1

Divya Bhaskar

Home » National News » Bhaskar Gyan » સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ' | Salman Khan Convicted due to this community of Rajasthan

સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ', આમનો પ્રકૃતિ પ્રેમ જાણશો તો દંગ થઇ જશો

Divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 04:23 PM IST

બિસ્નોઇ શબ્દ વીસ અને નવ(હિન્દીમાં નોઇ) મળીને બનેલો શબ્દ છે. એ લોકો વીસ વત્તા નવ ઓગણત્રીસ નિયમોનું પાલન કરે છે

 • સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ' | Salman Khan Convicted due to this community of Rajasthan
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ', આમનો પ્રકૃતિ પ્રેમ જાણશો તો દંગ થઇ જશો

  નેશનલ ડેસ્ક: સલમાનખાનને કોટડીની કેદ સુધી પહોંચાડવામાં બિસ્નોઇ સમુદાયનું મોટું પ્રદાન છે. આ સમાજના લોકોએ આપેલી સાક્ષીએ કેસને અસર કરી હતી. કાળિયાર હરણનો શિકાર કરનારો સલમાન જેલમાં જશે પણ 'હમ સાથ સાથ હૈં' વાળા તેના સાથીદારો સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેંદ્રે નિર્દોષ છુટી ગયા તેનું આ સમાજને દુઃખ છે. સરકારે તેમની સામે ઉપલી કોર્ટેમાં જવું જોઇએ તેવું તેઓ માને છે.

  વાંચો, જયારે વૃક્ષો માટે શહીદ થયા હતા 363 બિસ્નોઇ...કેવો ગાઢ પ્રેમ છે કુદરત, પ્રાણીઓ આ સમાજ વચ્ચેનો...

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ' | Salman Khan Convicted due to this community of Rajasthan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ', આમનો પ્રકૃતિ પ્રેમ જાણશો તો દંગ થઇ જશો

  રાજસ્થાનના પશ્ચિમી થાર રણ વિસ્તારમાં રહેતા બિસ્નોઇ સમુદાયના લોકો પ્રકૃતિપ્રેમી છે અને પશુઓને તો ભગવાન જ માને છે. બિસ્નોઇ શબ્દ વીસ અને નવ(હિન્દીમાં નોઇ) મળીને બનેલો શબ્દ છે. એ લોકો વીસ વત્તા નવ ઓગણત્રીસ નિયમોનું પાલન કરે છે.
  આ નિયમોમાંઃ પરોપકારી પશુઓનું રક્ષણ કરવું, માંસાહાર નહીં કરવાનો, તમ્બાકુ નહીં ખાવાની, ભાંગ-શરાબ નહીં, ચોરી નહીં કરવાની, જૂઠ્ઠું નહીં બોલવાનું, રસોઇ જાતે બનાવવાની વગેરેનો સમાવેશ થાય છે.

   

  બિસ્નોઇ સમાજના લોકો પશુઓની હત્યા કોઇ પણ સંજોગોમાં થવા દેતા નથી. બિકાનેરના તાલવાના મહંતને દિના નામની વ્યક્તિ પર શંકા જતાં તેની પાસેથી તેમણે ઘેટું લઇ લીધું હતું તો 2001માં બાબુ નામની વ્યક્તિએ એક મરઘી મારી તો તેને સમુદાયમાંથી બહાર કાઢી દીધી હતી. આ નિર્ણય બિસ્નોઇ પંચાયતે કર્યો હતો.

   

  સમાજની કોઇ વ્યક્તિ લીલા(જીવંત) ઝાડની ડાળી કાપી ના શકે. સમાજના જે ભાઇ-બહેનોએ ખિજડા કે અન્ય વૃક્ષો કાપ્યાં હતાં તેમણે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. 1909માં કસાઇઓને એવો આદેશ અપાયો હતો કે તેઓ બકરો લઇને ગામમાંથી પસાર ના થાય.

 • સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ' | Salman Khan Convicted due to this community of Rajasthan
  સલમાનને સજા કરાવનાર 'બિસ્નોઇ સમાજ', આમનો પ્રકૃતિ પ્રેમ જાણશો તો દંગ થઇ જશો

  વૃક્ષો માટે 363 બિસ્નોઇ શહીદ થયા હતાઃ


  વાત 1730ની છે. જોધપુરના તત્કાલીન મહારાજા અભયસિંહને લાકડાંની જરૂર પડી. ખેજડલી ગામમાં ગીચ વૃક્ષો હતાં. દિવાન અને સૈનિકો ત્યાં વૃક્ષો કાપવા ગયા. 84 ગામના બિસ્નોઇઓની મહાપંચાયત મળી. એવો નિર્ણય કરાયો કે જ્યાં સુધી આપણામાં પ્રાણ છે ત્યાં સુધી લડીશું અને વૃક્ષો બચાવીશું. મા અમૃતાદેવી બિસ્નોઇના નેતૃત્વમાં આ સમુદાયના લોકો વૃક્ષોને ચોંટી ગયા. 60 ગામનો, 64 ગોત્રોના, 217 પરિવારના, 294 પુરુષો અને 69 મહિલાઓ સહિત 363 વ્યક્તિઓ વૃક્ષ બચાવવા શહીદ થયાં હતાં.

   

  આ ઘટનાના 250 વર્ષ પછી 1978માં શહીદોની સ્મૃતિમાં મેળો ભરાયો. ભારતમાં હજારો-લાખો મેળા ભરાય છે, પણ પર્યાવરણ મેળો તો આ એક માત્ર છે. મેળામાં પર્યાવરણને લાગતી અનેક પ્રવૃતિ યોજાય છે. પ્રકૃતિ અને પશુઓ માટે શહીદ થનારી આ સમુદાય સામે હરણનો શિકાર પડદા પરનો હીરો સલમાન કેવો મોટો વિલન લાગે નહીં ?

   

  જે સમુદાય વૃક્ષ માટે પ્રાણ આપી દે એ સમુદાય શિકારીને સજા કરાવવા પોતાનાથી થાય તે બધું જ કરે.

   

  બિસ્નોઇ સમાજનો આ પર્યાવરણ પ્રેમ પ્રેરક બને તેવો છે.

   

  (આલેખનઃ રમેશ તન્ના)

More From National News

Trending