Home » National News » Desh » The Barber Ramesh Babu Who Owns A Rolls Royce

રોલ્સ રોયસ સહિત 440 કારોનો માલિક છે આ વાળંદ, બચ્ચન- શાહરૂખ પણ છે ક્લાયન્ટ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:48 PM

એક સમયે રમેશ બાબુનો પરિવાર માત્ર 50 રૂપિયામાં ગુજારો કરતો હતો, આજે કરોડોના માલિક

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: તાજેતરમાં જ પકોડા તળવાને લઇ રાજકારણ રમાઇ ગયું. આ રાજકારણે તે લોકોનું અપમાન કર્યુ જે લારી લગાવીને અથવા કોઇના વાળ કાપીને પરિવારનું પેટ ભરી રહ્યાં છે. કોઇ કામ નાનુ નથી હોતુ જેની મિસાલ આપી રહ્યાં છે દેશના સૌથી અમીર નાઇ રમેશ બાબુ. divyabhaskar.com તમને તેમની સક્સેસ સ્ટોરી વાંચકોને જણાવી રહ્યું છે.

  રોલ્સ રોયસમાં ફરે છે રમેશ બાબુ, 440 લક્ઝરી કાર છે

  - બેંગલુરૂના રમેશ બાબુ લોકોના વાળ કાપતા કાપતા અબજપતિ બની ગયા છે. તે બાર્બર શોપની સાથે રમેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના માલિક છે. આ કંપની લોકોને લક્ઝરી કા રેન્ટ પર આપે છે.

  - રમેશ બાબુ ગત 25 વર્ષથી ટ્રાવેલ બિઝનેસ સંભાળી રહ્યાં છે. તેમણે 1993માં તેની શરૂઆત કરી હતી.
  - રમેશ બાબુના કાફલામાં રોલ્સ રોયસ ઘોસ્ટથી લઇ મર્સિડીઝ મેયબેક જેવી લક્ઝરી કાર છે. આ સીવાય તેમની કંપની લક્ઝરી બસ ,SUV, વેન અને સ્પોર્ટ્સ કાર પણ ભાડા પર આપે

  છે.
  - તેમણે રોલ્સ રોયસ ઘોસ્ટને વર્ષ 2011માં ખરીદી હતી પરંતુ તેમની પર્સનલ ફેવરિટ કંટેસા કાર છે.
  - કરોડોની ટ્રાવેલ એજન્સી હોવા છતા રમેશ બાબુએ હેરકટિંગની પોતાની નોકરી છોડી નથી. તે આજે પણ પોતાના પાર્લરમાં 150 રૂપિયામાં વાળ કાપે છે.

  રોલ્સ રોયસ માટે પત્નીની જ્વેલરી ગીરવે મુકી હતી

  - રમેશ બાબુએ વર્ષ 2011માં રોલ્સ રોયસ ઘોસ્ટ કાર ખરીદી હતી. જેને ખરીદવા માટે તેમણે ભારે કિંમત સાથે ટેક્સ પણ આપવો પડ્યો હતો.
  - રમેશ બાબૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ, 'આ કારને ખરીદવાના ચક્કરમાં તે બેકરપ્ટ થઇ ગયા હતા. મારે પોતાની પત્નીની જ્વેલરી પણ ગીરવે મુકવી પડી હતી પરંતુ મે મહેનત નહતી છોડી. દોઢ વર્ષની મહેનતથી ફરી કંપનીને ટ્રેક પર લાવી દીધી હતી.

  - રમેશ પોતાની કારનું ભાડુ પ્રતિ કલાક ચાર્જ કરે છે. રોલ્સ રોયસ ઘોસ્ટમાં બેઠીને ફરવાના એક કલાકની કિંમત 7500 રૂપિયા છે.

  - બીજી સૌથી મોંઘી કાર ફોર્ડ મુસ્ટાંગ અને બીએમડબલ્યૂ X5 છે. આ બન્નેનું ભાડુ 3750 રૂપિયા છે.

  - મર્સિડીઝ મેયબેક 600 V12માં એક કલાર ફરવાની કિંમત 3,125 રૂપિયા છે.

  રમેશ બાબપની બિલિયોનેર બનવાની સફર આસાન નહતી. એક સમય એવો પણ હતો જ્યારે તેમને આખો પરિવાર માત્ર 50 રૂપિયામાં ગુજારો કરતો હતો.

  આગળની સ્લાઇડમાં વાંચો, સૌથી અમીર વાળંદની અહીં પહોચવાની સફર...

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  પિતાનું થયુ હતું મોત

   

  રમેશ બાબુની ઉંમર ૪૩ વર્ષ છે. બેંગ્લુરુના અનંતપુરના રહેવાસી રમેશ જ્યારે ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા. પિતા બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની પાસે પોતાની નાઇની દુકાન ચલાવતા હતા. પિતાના અવસાન બાદ રમેશ બાબુની માતાએ લોકોના ઘરોમાં ખાવાનું બનાવીને બાળકોનું પેટ ભર્યું. તેમણે પોતાના પતિની દુકાનને માત્ર ૫ રૂપિયાના માસિક ભાડામાં આપી દીધી.

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  અમિતાભથી લઇને શાહરૂખ સુધી છે તેમના ક્લાયન્ટ

   

  લકઝરી ટેક્સી સર્વિસ શરૂ કર્યા બાદ રમેશ બાબુના ક્લાયન્ટનું લિસ્ટ પણ વધતું ગયું. અમિતાભ બચ્ચન, એશ્ચર્યા રાયથી લઇને શાહરૂખ ખાન જેવી બોલિવુડ સેલિબ્રિટી પણ તેમના ક્લાયન્ટમાં સામેલ છે.

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કોલકાતા અને મુંબઇના ક્લાયન્ટ્સ

   

  રમેશ બાબુ દરરોજ સવારે સાડા પાંચ વાગે ગેરેજમાં જાય છે. જયાં ગાડીઓની દેખરેખ, બુકિંગની જાણકારી લઇને સાડા દસ વાગે પોતાની ઓફિસ પહોંચે છે. આખા દિવસ ક્લાયન્ટ અને બિઝનેસમાં વ્યસ્ત રહ્યા બાદ સાંજે ૫-૬ કલાકે તેઓ પોતાના સલૂન જરૂર જાય છે. અહીં પણ તેમના ખાસ ક્લાયન્ટ તેમની રાહ જોઇ રહ્યા હોય છે. રમેશ બાબુના જણાવ્યા અનુસાર, તેમના મોટાભાગના ક્લાયન્ટ વાળ કપાવવા માટે કોલકાતા અને મુંબઇથી આવે છે.

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બાળકોને આપી રહ્યા છે કટિંગ ટિપ્સ

   

  રમેશ બાબુ પોતાની બન્ને પુત્રીઓ અને એક પુત્રને પણ સલૂનનું કામ શીખવે છે. તે દરરોજ એક શિક્ષકની જેમ તેમને કટિંગ ટિપ્સ આપે છે. રમેશ બાબુનું કહેવું છે કે આ એક સારી જોબ છે, જેમાં પ્રોફેશનલ હોવું જરૂરી છે. તેઓ બાળકોને તેમની સાથે સલૂન પણ લઇ જાય છે. પરંતુ, ઓછી ઉંમરને કારણે બાળકોને કોઇ કામ સોંપવામાં નથી આવતું.

 • The Barber Ramesh Babu Who Owns A Rolls Royce
  રમેશ બાબુ પાસે 400થી વધુની કારનો કાફલો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ