national story / 21 દિવસ પહેલા જે દીકરીને હાડ થીજાવતી ઠંડીમાં છોડી ગયા હતા માતા-પિતા, મકરસંક્રાંતિના દિવસે તેનો હસતો ચહેરો આવ્યો સામે, તેના સ્મિત પાછળ છે દાનની આવી કહાણી

Rajasthan News Special story of Makar Sankranti Seeing this picture will make you smile

Divyabhaskar.com

Jan 14, 2019, 03:11 PM IST

ઝુંઝુનૂં(રાજસ્થાન) મકરસંક્રાતિ દાન પુણ્યનો દિવસ છે ત્યારે આ અવસરે અમે આપને એક એવી તસવીર બતાવી રહ્યાં છીએ કે જે જોઈને આપને સાર્થક દાનની મહિમા સમજાશે. 21 દિવસ પહેલા ઠંડીની રાત્રે આ બાળકી એક મંદિરમાંથી મળી હતી ત્યારે તે 6 કલાકની જ હતી. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યારે તેની હાલત ગંભીર હતી. જો કે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. હસે છે. કેટલાક ચહેરાને ઓળખવા પણ લાગી છે. જે દિવસ રાત તેની પાસે રહે છે.

આવું હોવું જોઇએ દાન જેમાં આ ત્રણ ભાવના હોય

સમર્પણ
કોઈ માસૂમની અંધકારમય જિંદગીને રોશન કરી દે તેનાથી વિશેષ દાન બીજું ક્યું હોઇ શકે. આ બાળકીને આજે દૂધની કમી નથી. માસૂમને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે તેને રૂપકલા નામની નર્સ સ્તનપાન કરાવે છે. હોસ્પિટલમાં મોજૂદ નવપ્રસૂતા મહિલા પણ તેને દૂધ પિવડાવે છે.

સહયોગ
તે દિવસે ભલે તેના પોતાના લોકો તેને એકલી મૂકીને જતાં રહ્યાં હોય પરંતુ હાલ તે એક દિવસ પણ એકલી નથી રહેતી.હોસ્પિટલનો આખો સ્ટાફ તેની સારસંભાળ લઈ રહ્યો છે. નર્સિંગ સ્ટાફ સુમન બુડાનિયા, પ્રિયંકા ખટકડ, નીલન થાકનસ અનિતા જાનૂ અને સુવિતા તેની સારસંભાળ લે છે. તે સમય સમય પર તેની માલિશ કરે છે. દવાનું ધ્યાન રાખે છે.

ખુશી
આ બાળકી જ્યારે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવી હતી ત્યારે દર્દથી પિડાતી હતી આજે તે સ્વસ્થ છે અને તેના ચહેરા પર સ્મિત છે. સ્ટાફ ખડે પગે તેની સેવા કરી રહ્યો છે, વોર્ડના અધિકારી રાજેન્દ્ર યાદવે જણાવ્યું કે, અમે લોકો માસૂમને જોવા માટે સમયથી પહેલા ડ્યૂટી પર આવ જઇએ છીએ, આખો સ્ટાફ તેની મુસ્કાનથી ખુશ છે. બાળકીને પરિવાર જેવો ખુશીનો માહોલ આ સ્ટાફે પુરો પાડ્યો છે.

આ દીકરી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. અમે હવે તેને એક બે દિવસમાં સમાજ કલ્યાણ વિભાગને સોંપી દઇશુ. તેના માટે પત્ર લખ્યો છે ત્યારબાદ તેને જયપુર મોકલવામાં આવશે.
- ડો. વીડી બાજિયા, શિશુ રોગ નિષ્ણાત

X
Rajasthan News Special story of Makar Sankranti Seeing this picture will make you smile
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી