Divya Bhaskar

Home » National News » Bhaskar Gyan » ભ્રષ્ટાચારના ગુનામાં જેની સત્તા ગઈ | PM Modi will make him CM who lost his chair on basis of corruption

ભ્રષ્ટાચાર મામલે સત્તા જતી રહી છતાં કર્ણાટકમાં મોદી-શાહને નથી ચાલતું આમના વિના

Divyabhaskar.com | Updated - May 15, 2018, 03:21 PM

3 વર્ષ 2 મહિનાનો બીએસ યેદિયુરપ્પાનો કાર્યકાળ ઘણો વિવાદમાં રહ્યો અને કથિત ખાણ કૌભાંડમાં તેમનું નામ આવતું રહ્યું

  • ભ્રષ્ટાચારના ગુનામાં જેની સત્તા ગઈ | PM Modi will make him CM who lost his chair on basis of corruption
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: બીએસ યેદિયુરપ્પા એક એવું નામ જેના વિના બીજેપી કર્ણાટકમાં પોતાની ઓળખ મેળવી શકતી નથી. જાતીય સમીકરણ હોય કે જોડ-તોડની વાત યેદિયુરપ્પાએ અલગ જ રીતે રાજનીતિમાં પોતાને સ્થાપિત કર્યા છે. તેમના જોર પર બીજેપીએ દક્ષિણમાં પહેલીવાર સ્વાદ ચાખ્યો હતો. જો કે. તેમનો મુખ્યમંત્રીકાળ ઘણો જ વિવાદિત રહ્યો છે અને ત્રણ વર્ષ પછી ખાણ કૌભાંડમાં ફસાયા બાદ તેમની ખુરશી જતી રહી હતી. પણ, તેમનું વ્યક્તિત્વ એવું છે કે બીજેપી આ વખતે પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી અને સરકાર બનાવવાની નજીક પહોંચી ગઈ છે.


    માંડ્યા જિલ્લાના બુકાનાકેરેમાં 27 ફેબ્રુઆરી 1943ના રોજ લિંગાયત પરિવારમાં યેદિયુરપ્પાનો જન્મ થયો. જણાવી દઈએ કે રાજ્યની રાજનીતિમાં લિંગાયત વોટબેન્કની ખાસ અસર છે. વિદ્યાર્થીકાળથી જ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને વર્ષ 1972માં તેમને શિકારીપુરા તાલુકા જનસંઘના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ દરમિયાન એક ચોખાની મિલમાં ક્લાર્કનું કામ પણ કરતા રહ્યા. વર્ષ 1977માં જનતા પાર્ટીના સચિવ બન્યા બાદ તે પૂર્ણરૂપથી રાજનીતિમાં સક્રિય થઇ ગયા. વર્ષ 1983માં તે પહેલીવાર વિધાનસભા પહોંચ્યા. તે બે વાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બની ચુક્યા છે.

  • ભ્રષ્ટાચારના ગુનામાં જેની સત્તા ગઈ | PM Modi will make him CM who lost his chair on basis of corruption
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    7 દિવસમાં સીએમ પદ પરથી આપવું પડ્યું હતું રાજીનામુ


    વર્ષ 2007માં કર્ણાટકમાં રાજનૈતિક ફેરફાર થયા અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું. આવામાં જેડીએસ અને બીજેપીએ પોતાના મતભેદ દૂર કર્યા અને મળીને સરકાર બનાવી. યેદિયુરપ્પા માટે આ લકી સાબિત થયું અને 12 નવેમ્બર 2007એ તે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે, તે જાજા દિવસો સુધી આ ખુરશી પર ટકી શક્યા નહીં અને જેડીએસ મંત્રાલયના પ્રભારને લઈને થયેલા વિવાદ બાદ 19 નવેમ્બર 2007એ તેમને રાજીનામુ આપવું પડ્યું.

     

  • ભ્રષ્ટાચારના ગુનામાં જેની સત્તા ગઈ | PM Modi will make him CM who lost his chair on basis of corruption
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વર્ષ 2008માં જોરદાર જીત


    વર્ષ 2008માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ ત્યાં જોરદાર પ્રદર્શન કરીને સરકાર બનાવી. આ વખતે ફરી યેદિયુરપ્પા બીજેપીના ચહેરા તરીકે સીએમ બન્યા. પણ 3 વર્ષ 2 મહિનાનો તેમનો કાર્યકાળ ઘણો વિવાદમાં રહ્યો અને કથિત ખાણ કૌભાંડમાં તેમનું નામ આવતું રહ્યું. આ દરમિયાન લોકાયુક્તની રિપોર્ટ આવ્યા પછી તેમની ખુરશી ગઈ.

  • ભ્રષ્ટાચારના ગુનામાં જેની સત્તા ગઈ | PM Modi will make him CM who lost his chair on basis of corruption

    લિંગાયત ફેક્ટરની અસર 


    સીએમની ખુરશી ગયા બાદ યેદિયુરપ્પા બીજેપીથી અલગ થઇ ગયા. આવામાં લાગ્યું કે તે આખા લિંગાયત ફેક્ટર સાથે પોતાના બળે રાજનીતિ કરશે. પણ, બીજેપીને આ સમજતા વાત ન લાગી કે યેદિયુરપ્પા વિના રાજ્યમાં તેમનો કોઈ જનાધાર રહી શકશે નહીં. આવામાં 2018માં પણ બીજેપીએ તેમને પોતાના સીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending