National news / જુઓ CRPF પર થયેલા આતંકવાદી હુમલાની ધ્રુજાવી દેતી તસવીરો, આ આતંકવાદીએ હુમલાને આપ્યો અંજામ

photos of second big attack after uri attack in jammu and kashmir pulwama

divyabhaskar.com

Feb 15, 2019, 03:37 PM IST

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના ગોરીપોરા વિસ્તારમાં એક વાર ફરી આતંકવાદીઓએ સુરક્ષાદળ પર હુમલો કરી દીધો છે. આતંકવાદીઓએ સૈન્યના કાફલા પાસે આઈઈડી ધમાકો કર્યો હતો. આ હુમલામાં 12 સીઆરપીએફ જવાન શહીદ થયા અને 45 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 18 ગંભીર રીતે ઘાયલ છે. કહેવાય છે કે, ઉરી હુમલા બાદ સૈન્ય પર આ બીજો સૌથી મોટો હુમલો છે.

આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદે દાવો કર્યો છે કે, તેના આતંકવાદીએ આ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો છે. તેના આતંકવાદી આદિલ અહમદ ઉર્ફે વકાસે વિસ્ફોટથી ભરેલી એ ગાડીને ઉડાવી છે. જૈશે કહ્યું કે, આદિલ પુલવામાના ગુંડીબાગ વિસ્તારનો રહેવાસી હતી. બ્લાસ્ટ પહેલા જવાનોની ગાડી પર ફાયરિંગ પણ કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે, કાફલો જમ્મુથી કાશ્મીર તરફ જઈ રહ્યો હતો.

અહેવાલો પ્રમાણે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે સૈન્યની ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા. ઘણા જવાનોએ તો ઘટના સ્થળે જ દમ તોડી દીધો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બ્લાસ્ટ બાદ રોડ લોહીથી ખરડાઈ ગયો છે. ઠેરઠેર કાટમાળ અને લાશ વિખેરાયેલી પડી છે. ઘટના પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. આ આતંકવાદી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને લીધી છે. હાલ સૈન્યનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આતંકવાદીઓએ આત્મઘાતી હુમલા દ્વારા સુરક્ષાદળને નિશાન બનાવ્યા છે. સીઆરપીએફ પ્રમાણે, ડઝનેક ગાડીઓમાં 2500થી વધારે જવાનોનો કાફલો પુલવામા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. ઘણી ગાડીઓ પર ગોળીના નિશાન પર બનેલા છે. હુમલામાં એક મેઝર સહિત 8 જવાનો શહીદ થયા છે. ઘાયલ જવાનોની સારવાર કરાઈ રહી છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં ઉરી પછીનો સૌથી મોટો આતંકી હુમલો, 7 દિવસ પહેલા મળ્યું હતું એલર્ટ

X
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
photos of second big attack after uri attack in jammu and kashmir pulwama
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી