Divya Bhaskar

Home » National News » Photo Feature » બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક | Patient was playing guitar while operation was under process

બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 11:05 AM

આ કિસ્સો બેંગ્લોરનો છે જ્યાં બ્રેઈન સર્જરી દરમિયાન એક પેશન્ટ ગિટાર વગાડી રહ્યો હતો

  • બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક | Patient was playing guitar while operation was under process
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ન્યુઝ વાયરલ થઇ રહ્યા છે. મામલો બેંગ્લોરનો છે જ્યાં બ્રેઈન સર્જરી દરમિયાન એક પેશન્ટ ગિટાર વગાડી રહ્યો હતો. આ વાત એકદમ સાબિત કરે છે કે સંગીતનો સંબંધ દિલ સાથે જોડાયેલો હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે બેંગ્લોરની એક હોસ્પિટલમાં 32 વર્ષનો એક વ્યક્તિ ઓપરેશન દરમિયાન ગિટાર વગાડતા નજરે પડ્યો.

    હકીકતમાં આ વ્યક્તિને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની ફરિયાદ હતી, જેનું ઓપરેશન થવાનું હતું. દોઢ વર્ષ પહેલા જયારે આ વ્યક્તિ ગિટાર વગાડી રહ્યો હતો ત્યારે તેની માંસપેશીઓમાં દર્દ થયો હતો અને તે સમયે તેને આ બીમારીની જાણ થઇ હતી.

  • બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક | Patient was playing guitar while operation was under process
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓપરેશન ટેબલ પર જયારે સર્જને તેના મગજની નસ સળગાવી રહયા હતા ત્યારે તે ગિટાર વગાડી રહ્યો હતો, જેથી ખબર પડી શકે કે તકલીફ ક્યાં છે. 7 કલાકની સર્જરી પછી તે ઠીક થયો. આ બીમારીને ડાયસ્ટોનિયા કહે છે. 

     

  • બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક | Patient was playing guitar while operation was under process
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓપરેશન દરમિયાન તેની નસને ઝટકા અપાઈ રહ્યા હતા. બ્રિટિશ કોલંબિયા યુનિવર્સીટીના સિનિયર ન્યોરોલિજિસ્ટ ડો. સંજવ સીસીએ બતાવ્યું, તેને સમસ્યા એ સમયે આવે છે જયારે તે ગિટાર વગાડતો હતો. આવામાં અમારી સમસ્યા એ હતી કે તેની પ્રોબ્લેમ અમે સમજીએ અને સાચી જગ્યા સમજવી જરૂરી હતી. આ કારણે તે ઓપરેશન સમયે ગિટાર વગાડી રહ્યો હતો. 

     

  • બ્રેઈન સર્જરી દરમિયાન બેભાન થવાની જગ્યાએ ગિટાર વગાડી રહ્યો હતો આ યુવક | Patient was playing guitar while operation was under process

    આ એક એવી સર્જરી હતી જેમાં મગજમાં જે જગ્યાએ સમસ્યા હોય તે જગ્યાને સળગાવીને ખતમ કરી દેવામાં આવે છે. ઓપરેશન પહેલા યુવકના મગજમાં 4 ખાસ પ્રકારની ફ્રેમ લગાવવામાં આવી હતી અને 14 એમએમના નાના હોલ પાડીને સર્જરી કરવામાં આવી હતી.   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending