Divya Bhaskar

Home » National News » Photo Feature » મુસ્લિમ મહિલાએ કરોડોની સંપત્તિ વાનરના નામે કરી દીધી | Muslim Woman transfers all property in name of a monkey

મુસ્લિમ મહિલાએ કરોડોની સંપત્તિ વાનરના નામે કરી દીધી, ઘરમાં બનાવડાવ્યું મંદિર

Divyabhaskar.com | Updated - May 18, 2018, 01:05 PM

રાયબરેલીમાં ભાગ્યે જ જોવા મળતો પશુપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે

  • મુસ્લિમ મહિલાએ કરોડોની સંપત્તિ વાનરના નામે કરી દીધી | Muslim Woman transfers all property in name of a monkey
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાયબરેલી: ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુપ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ કહાણીમાં સૌથી મોટું પાત્ર ચુનમુન નામનો વાનર છે. ચુનમુનના કારણે એક મહિલાના જીવનમાં એટલી બધી ખુશીઓ આવી કે તેણે તેની પૂરી સંપત્તિ આ પાલતુ વાનરના નામે કરી દીધી. ચુનમુનનું ગયા વર્ષે મોત થતાં મહિલાએ ઘરમાં તેનું મંદિર બંધાવ્યું. ગયા મંગળવારે મંદિરમાં શ્રી રામ-લક્ષ્મણ અને સીતાજી સાથે ચુનમુનની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઇ. મહિલાએ તેના ઘરનું નામ પણ ચુનમુન રાખ્યું છે.

  • મુસ્લિમ મહિલાએ કરોડોની સંપત્તિ વાનરના નામે કરી દીધી | Muslim Woman transfers all property in name of a monkey
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાયબરેલીના શક્તિનગરનાં કવયિત્રી સાબિસ્તાને આ વાનર 13 વર્ષ અગાઉ મળ્યો હતો. સાબિસ્તાનું માનવું છે કે ચુનમુનના આગમન બાદ તેમની જિંદગી બદલાઇ ગઇ. ચુનમુન તેમના માટે ભાગ્યશાળી સાબિત થયો. સાબિસ્તા મુસ્લિમ હોવા છતાં તેમણે તેમના ઘરમાં મંદિર બંધાવ્યું. તેમણે 1998માં બ્રજેશ શ્રીવાસ્તવ સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને કોઇ સંતાન નથી. સાબિસ્તાના કહેવા મુજબ, 'અમે લવ મેરેજ કર્યા તો જીવવું મુશ્કેલ થઇ ગયું હતું. કામકાજ ઠપ થઇ જતાં દેવું વધતું ગયું. માનસિક શાંતિ માટે અમે સાધુ-સંતોના શરણે જવા લાગ્યા. આ દરમિયાન 2005ની પહેલી જાન્યુઆરીએ ચુનમુન અમારા ઘરનો નાનો મહેમાન બન્યો. અમે એક મદારી પાસેથી ચુનમુનને લીધો ત્યારે તે 3 મહિનાનો હતો. ચુનમુન અમારા માટે ભાગ્યશાળી સાબિત થયો. અમારું દેવું ઉતરી ગયું અને ધન-દૌલત બધું જ મળ્યું.'

     

  • મુસ્લિમ મહિલાએ કરોડોની સંપત્તિ વાનરના નામે કરી દીધી | Muslim Woman transfers all property in name of a monkey

    સાબિસ્તાએ ચુનમુનનો સારી રીતે ઉછેર કર્યો. તેના માટે એસી અને હીટરની પણ સગવડ કરાઇ હતી. 2010માં નજીકના છજલાપુરના એક શખસની પાલતુ વાંદરી સાથે ચુનમુનના લગ્ન પણ કરાવાયા હતા. સાબિસ્તાને સંતાન ન હોવાથી તેણે ચુનમુનને જ પોતાનો દીકરો માની લીધો હતો. તેના નામથી એક સંસ્થા બનાવી અને તમામ સંપત્તિ તેના નામે કરી દીધી.  

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending