અનિલ અંબાણીએ કંપનીની હાલત સુધારવા બનાવ્યો આ પ્લાન, બદલાઈ જશે આરકોમનું નસીબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ દેવામાં ડુબેલી અને ખરાબ ગાળામાંથી પસાર થઈ રહેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે રાહતના સમાચાર છે. અનિલ અંબાણીએ કંપનીની ખરાબ હાલત સુધારવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનથી સંકટમાં ફસાયેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સને મોટો ફાયદો મળી શકે છે. આરકોમ 68000 કિલોમીટર લાંબી પરિયોજના પર કામ કરી રહી છે. જેનાથી સમુદ્રની નીચે વિસ્તારવામાં આવશે. આ પરિયોજના 60 કરોડ ડોલરના ખર્ચની છે. તેના દ્વારા યુરોપ અને એશિયામાં ડેટા ટ્રાન્સફર કરવામાં આવશે. આશા છે કે આ પ્રોજેકટથી કંપનીની કિસ્મત બદલાઈ જશે. 

 

5 વર્ષમાં ત્રણ ગણો થશે કારોબાર

 

આરકોમના જણાવ્યા પ્રમાણે આ યોજનાથી તેનો ગ્લોબલ કલાઉડ એકસચેન્જ કારોબાર 5 વર્ષમાં ત્રણ ગણો થઈ શકે છે. પરિયોજનાનો આધાર ભારતમાં થશે. તેને ઈટલીથી હોંગકોંગ સુધી જોડી શકાશે. આરકોમના મુખ્ય કાર્યકારી બિલ બર્નીના જણાવ્યા  પ્રમાણે, પરિયોજનાની શરૂઆત 2020ના ત્રીજા મહિનામાં થવાની શકયતા છે. કંપનીને આ પ્રોજેકટથી એક અબજ ડોલર વાર્ષિક કારોબારની આવકની આશા છે. તેમણે કહ્યું કે નવા કેબલથી તેની કુલ ક્ષમતા દસ ગણી વધી જશે.

 

આગળ વાંચો...

અન્ય સમાચારો પણ છે...