ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» છાતી સુધીના પાણીમાં IAS કરી રહ્યા છે રાહત કાર્યોની દેખરેખ, સોશિયલ મીડિયાએ આપી સલામી | manipur ias officer supervises flood control work at chest deep water

  છાતી સુધીના પાણીમાં IAS કરી રહ્યા છે રાહત કાર્યોની દેખરેખ, સોશિયલ મીડિયાએ આપી સલામી

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 06:23 PM IST

  IAS ઓફિસરના જુસ્સાને સહુ કોઈ કરી રહ્યા છે સલામ, 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી
  • છાતી સુધીના પાણીમાં IAS કરી રહ્યા છે રાહત કાર્યોની દેખરેખ, સોશિયલ મીડિયાએ આપી સલામી
   છાતી સુધીના પાણીમાં IAS કરી રહ્યા છે રાહત કાર્યોની દેખરેખ, સોશિયલ મીડિયાએ આપી સલામી

   નેશનલ ડેસ્કઃ મણિપુરના એક આઈએએસ ઓફિસર ડ્યૂટી પ્રત્યે પોતાના સમર્પણને લઈને ચર્ચામાં છે. આ ઓફિસરને સોશિયલ મીડિયાએ સલામ કરી છે. ટ્વિટર પર છાતી સુધી પાણીમાં ડૂબેલા આ ઓફિસરની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ ઓફિસરના જુસ્સાને સહુ કોઈ સલામ કરી રહ્યું છે.

   24 કલાક વરસાદ વરસતા આવ્યું પુર


   મણિપુરની ઈમ્ફાલ ઘાટીમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસતા અચાનક પુર આવી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમ્ફાલ પુર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, થાઉબોલ અને બિશનપુર જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સામાન્ય તંત્ર વિભાગે પણ બધા સરકારી કાર્યાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં 13 જૂને રજા જાહેર કરી દીધી હતી.

   ટ્વિટર થઈ રહ્યા છે વખાણ


   પુરમાં ઘણા ફસાયેલા લોકો સુધી રાહત અને બચાવ કાર્ય પહોંચાડવામાં સરકારી અધિકારીઓ રોકાયેલા છે. પુર નિયંત્રણના સચિવ દિલીપ સિંહ પોતા પુર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા. એક તસવીરમાં તે છાતી સુધીના પાણીમાં ડૂબેલા છે, અને લાકડીના સહારે ઉભા છે. તસવીરમાં અન્ય લોકો પણ આઈએએસ દિલીપ સિંહ સાથે ઉભા છે. ટ્વિટર પર લોકો આ ઓફિસરના કર્તવ્ય નિષ્ઠાના વખાણ કરી રહ્યા છે.

   કોણે શું લખ્યું?


   - અનિત સભરવાલે લખ્યું, સામાન્ય રીતે આપણે આવા આઈએએસ જોવા નથી મળતા, દિલીપ સિંગ તમારા પર ગર્વ છે.
   - ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ અધિકારીના વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે, રોજિંદી જિંદગીનો એક અન્ય હીરો, જેવો કે મુંબઈનો જવાન વરસાદમાં પણ પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો. તેવી જ રીતે આ પણ કમાલ કરી રહ્યા છે. ચાલો જે પણ મળે તેના વખાણ કરો.
   - સિદ્ધાર્થ દેવવર્મને પણ આ અધિકારીના વખાણ કર્યા છે.

   15 જૂન સુધી ભારે વરસાદની આગાહી


   આ તરફ સ્કૂલે જિરિબામ જિલ્લાને છોડીને આખી ઈમ્ફાલ ઘાટીમાં બધી સરકારી તેમજ ખાનગી વિદ્યાલયોમાં બે દિવસો માટે અવકાશની જાહેરાત કરી છે. જોકે, બુધવારે વરસાદ થોડા ટાઈમ માટે રોકાઈ ગયો હતો પરંતુ હવામાન ખાતાએ 15 જૂન સુધી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. થાઉબોલ જિલ્લામાં ઓછામાં ઓછા 100 મકાનોમાં ઓવરફ્લો થાઉબોલ નદીના પાણી ભરાયા છે. એવામાં લોકોએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. અધિકારીઓ પ્રમાણે, રાજધાની ઈમ્ફાલના મિનુથોંગમાં ઈમ્ફાલ નદી મોટાભાગે પુરના સ્તર પર વહી રહી છે. ઈરિલબુંગ અને લિલોંગ નદીઓ પણ જોખમી સપાટીએ વહી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: છાતી સુધીના પાણીમાં IAS કરી રહ્યા છે રાહત કાર્યોની દેખરેખ, સોશિયલ મીડિયાએ આપી સલામી | manipur ias officer supervises flood control work at chest deep water
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `