લુધિયાણા કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ 62 વોર્ડમાં જીત્યું, અકાલી દળને 11-ભાજપને 10 સીટ મળી

24 ફેબ્રુઆરીએ 95 વોર્ડ માટે 59.14% વોટિંગ થયું હતું. 10.85 લાખ વોટર્સે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:45 PM
લુધિયાના પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે. જેનું બજેટ 1300 કરોડ રૂપિયા છે (ફાઈલ)
લુધિયાના પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે. જેનું બજેટ 1300 કરોડ રૂપિયા છે (ફાઈલ)

પંજાબના લુધિયાના નગર નિગમના રિઝલ્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે 62 વોર્ડમાં જીત હાંસલ કરી છે. તો શિરોમણી અકાલી દળને 11 અને ભાજપને 10 સીટ મળી છે. લોક ઈન્સાફ પાર્ટીના ખાતામાં 7 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર ચૂંટણી જીતી છે.

ચંદીગઢઃ પંજાબના લુધિયાના નગર નિગમના રિઝલ્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે 62 વોર્ડમાં જીત હાંસલ કરી છે. તો શિરોમણી અકાલી દળને 11 અને ભાજપને 10 સીટ મળી છે. લોક ઈન્સાફ પાર્ટીના ખાતામાં 7 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર ચૂંટણી જીતી છે. 24 ફેબ્રુઆરીએ 95 વોર્ડ માટે 59.14% વોટિંગ થયું હતું. 10.85 લાખ વોટર્સે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.

શું રિઝલ્ટ રહ્યું?


કોંગ્રેસ - 62
SAD - 11
ભાજપ - 10
લોક ઈન્સાફ પાર્ટી - 7
આપ - 1
અપક્ષ - 1

494 ઉમેદવારો હતા મેદાનમાં


- આ વખતે ચૂંટણીમાં 494 ઉમેદવારો મેદાનમાં હતા. પહેલાં અહીં કોંગ્રેસ અને શિરોમણી અકાલી-ભાજપ ગઠબંધન વચ્ચે જ મુકાબલો થતો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ મેદાનમાં આવતાં મુકાબલો ત્રિકોણીય થઈ ગયો હતો.
- આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.

પંજાબની સૌથી મોટી મ્યુન્સિપલ કોર્પોરેશન બોડી
- લુધિયાના પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે. જેનું બજેટ 1300 કરોડ રૂપિયા છે.

ગત વખત કરતાં 4% થયું હતું ઓછું મતદાન


- કોર્પોરેશનની વર્ષ 2018ની ચૂંટણીમાં 59.14% મતદા નોંધાયું હતું. જે ગત વખત કરતાં 4 % ઓછું હતું. 2012માં લગભગ 63% મતદાન નોંધાયું હતું.

આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો (ફાઈલ)
આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો (ફાઈલ)
X
લુધિયાના પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે. જેનું બજેટ 1300 કરોડ રૂપિયા છે (ફાઈલ)લુધિયાના પંજાબમાં સૌથી મોટી મ્યુન્સિપલ બોડી છે. જેનું બજેટ 1300 કરોડ રૂપિયા છે (ફાઈલ)
આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો (ફાઈલ)આ ચૂંટણીમાં પાણીની સપ્લાઈ, સાફ-સફાઈ, પોલ્યૂશન અને ખરાબ રસ્તાઓ જેવાં મહત્વના મુદ્દાઓ પર ચૂંટણી જંગ જોવા મળ્યો હતો (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App