તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એટલાન્ટા હાર્ટ્સફીલડ્ જેક્સન છે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ | List Of Worlds Busiest Airports IGI Stood At 16th Rank

એટલાન્ટા હાર્ટ્સફીલડ્-જેક્સન છે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઇજીઆઇ) એરપોર્ટ વિશ્વનું 16મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. ગયા વર્ષે તે 22મા ક્રમે હતું. 2017માં દિલ્હી એરપોર્ટ પરથી 6.3 કરોડ લોકોએ મુસાફરી કરી. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ)ના વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી અપાઇ છે. એસીઆઇએ વિશ્વના 1,200 એરપોર્ટ અંગે અભ્યાસ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. 

 

- એટલાન્ટા હાર્ટ્સફીલડ્-જેક્સન એરપોર્ટને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે પસંદ કરાયું છે, જ્યાંથી 2017માં 10.4 કરોડ લોકોએ મુસાફરી કરી. એટલાન્ટા ગયા વર્ષે પણ પ્રથમ ક્રમે હતું. 


- 9.6 કરોડ પેસેન્જર સાથે ચીનનું બેઇજિંગ એરપોર્ટ બીજા ક્રમે છે. દુનિયાભરમાં હવાઇ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં 6.6%નો વધારો થયો છે. 


- રિપોર્ટમાં દિલ્હી એરપોર્ટને વિશ્વનું સૌથી વધુ સંભાવનાઓવાળું એરપોર્ટ ગણાવાયું છે. આઇજીઆઇ એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓની સંખ્યામાં વાર્ષિક 14.1%ના દરે વધારો થઇ રહ્યો છે, જે દર વિશ્વના તમામ એરપોર્ટ્સમાં સૌથી વધુ છે. 


- રિપોર્ટમાં જણાવાયું છે કે 5-10 વર્ષમાં ભારત વિશ્વનું સૌથી મોટું એવિયેશન માર્કેટ બની શકે છે, કેમ કે ભારતમાં વિમાનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા 10 થી 27 ટકાની ઝડપે વધી રહી છે. 

 

* દુનિયાના 5 સૌથી વધુ વ્યસ્ત રહેતા એરપોર્ટ  

એરપોર્ટ - વાર્ષિક પેસેન્જર્સ 

 

એટલાન્ટા હાર્ટ્સફીલડ્-જેક્સન - 10.4 કરોડ 

બેઇજિંગ કેપિટલ - 9.6 કરોડ
દુબઇ ઇન્ટરનેશનલ - 8.8 કરોડ 
ટોક્યો ઇન્ટરનેશનલ - 8.5 કરોડ 
લોસ એન્જેલસ ઇન્ટરનેશનલ - 8.4 કરોડ

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું