Home » National News » Desh » Virgin girl & Virgin Wife Related Post Screen Shot Goes Viral On Social Media

યુવતીઓના વર્જીનિટી અંગે પ્રોફેસરે લખી ફેસબુક પોસ્ટ, વિવાદ એટલો વધ્યો કે ડિલિટ કરવી પડી પોસ્ટ

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 06:41 PM

વર્જીન વાઈફનું મહત્વ જણાવી રહ્યો હતો પ્રોફેસર, યુવતીઓ અંગે લખી એવી વાત કે થયો હંગામો

  • Virgin girl & Virgin Wife Related Post Screen Shot Goes Viral On Social Media

    કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં જાદવપુર યુનિ.ના પ્રોફેસરની ફેસબુક પોસ્ટથી વિવાદ થયો હતો. આ પોસ્ટમાં તેમણે યુવકોને વર્જીન વાઈફનું મહત્વ સમજાવ્યું હતું. જોકે હવે આ મામલે તેમની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. વિવાદ થતા તેમણે ફેસબુક પોસ્ટ હટાવી દીધી હતી.

    પોસ્ટમાં લખી હતી આવી વાતો.


    - જાદવપુર યુનિ.ના પ્રોફેસર કનક સરકાર અહીં ઈનટરનેશનલ રિલેશનનો વિષય ભણાવે છે. તેમની ફેસબુક પોસ્ટનું સ્ક્રિન શોટ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
    - તેમણે યુવકોનું સોશ્યિલ કાઉન્સેલીંગ કરવાનો આધાર આપતા વર્જીન દુલ્હનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે યુવતીઓની તુલના સીલ બંધ બોટલ સાથે કરી હતી.
    - પ્રોફેસરે લખ્યું હતું કે,"વર્જીન યુવતી સીલબંધ બોટલ કે પેકેટ જેવી હોય છે. શું તમે કોલ્ડ ડ્રિંકની બોટલ કે બિસ્કિટનું પેકેટ સીલ તૂટ્યા બાદ ખરીદશો?"
    - તેમણે આગળ લખ્યું હતું કે,"એક યુવતી જન્મથી જ બાયોલોજીકલી સીલ હોય છે, જ્યાંસુધી તે ખોલવામાં ના આવે ત્યાસુધી તે વર્જીન હોય છે. વર્જીન યુવતીમાં મૂલ્યો, સંસ્કાર અને સેક્સયુઅલ હાઈજીન હોય છે."
    - પ્રોફેસર પોસ્ટ તો ડિલિટ કરી નાખી પરંતુ તેના સ્ક્રિન શોટ પહેલા જ લઈ લેવામાં આવતા તે હવે વાઈરલ થઈ રહ્યાં છે. પ્રોફેસરે પોતાની પોસ્ટ અંગે સફાઈ આપતા જણાવ્યું કે, તેણે એક સોશ્યિલ રિસર્ચર હોવાના કારણે આ પોસ્ટ લખી હતી અને તેણે કોઈ વ્યક્તિ વિરુદ્ધ લખ્યું નથી, તે મહિલાઓ માટે પણ ઘણી પોસ્ટ લખી ચૂક્યો છે આ ઉપરાંત અભિવ્યક્તિ સ્વતંત્રતા અનુસાર તેને પોતાના વિચારો રાખવાની છૂટ છે.
    - પ્રોફેસર વિરુદ્ધ મહિલા આયોગ અને ટિચર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે ભણેલા વ્યક્તિઓ દ્વારા આવી કોમેન્ટ્સ થવાની વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ