Divya Bhaskar

Home » National News » Photo Feature » મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village

મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી

Divyabhaskar.com | Updated - May 08, 2018, 11:06 AM

ગામ ભલે નાનું રહ્યું પરંતુ હવેલીઓ દુનિયાભરમાં ફેમસ છે, આજે આ હવેલીનો ઉપયોગ હવે હોટલ તરીકે કરાઈ રહ્યો છે

 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે નક્કી થયા છે. આનંદ પીરામલ, પીરામલ ગ્રુપના સંસ્થાપક સેઠ પીરામલના પ્રપૌત્ર છે અને અજય પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ મૂળ રાજસ્થાનના ઝુંઝુંનના બાગરનગરના રહેવાસી છે. ભારતના સૌથી ધનાઢ્યની દીકરી ઈશા હવે આ નગરની વહુ બનશે. એ પણ નક્કી છે કે, ઈશા લગ્ન પછી અહીંયા જરૂર આવશે. કારણ કે, પીરામલ પરિવારનું આ પૈતૃક ગામ છે. બાગર ભલે નાનું ગામ છે. પરંતુ અહીયાની હવેલીઓ દુનિયાભરમાં ફેમસ છે.

  ચાર દાયકા જૂની દોસ્તી
  અંબાણી અને પીરામલ પરિવારની દોસ્તી ચાર દાયકા જૂની છે જે હવે સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે. 67 હજાર કરોડથી વધારેના પીરામલ બિઝનેસ એમ્પાયરની શરૂઆત 1920માં થઈ હતી. જ્યારે પહેલા વર્લ્ડ વોર બાદ અજય પીરામલના દાદા સેઠ પીરામલ ચતુર્ભુજ મખારિયા 50 રૂપિયા લઈને રાજસ્થાનના બાગરનગરથી બોમ્બે પહોંચ્યા હતા.

  બાગરનગરમાં છે પીરામલ હવેલી

  બાગરનગરમાં આજે પણ પીરામલ ગ્રુપની પૈતૃક હવેલી છે. અહીંયાની હવેલીઓ વિશ્વમાં ઘણી ફેમસ છે પરંતુ, પીરામલ હવેલીની વાત કંઈક અલગ જ છે. અંદરની વાસ્તુ-કલા ઘણી ભવ્ય છે. મનાઈ રહ્યું છે કે, આ હવેલીનો ઉપયોગ હવે હોટલ તરીકે કરાઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓ આવીને રોકાય છે. આ પૈતૃક હવેલી આજે પણ પીરામલ ગ્રુપ પાસે જ છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો હવેલી વિશે વધુ વિગતો...

 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  બાગરનગરમાં છે સેઠ,સાહૂકારોની હવેલીઓ

  રાજસ્થાનમાં મોટામોટા સેઠ સાહૂકારો અને ધનાઢ્યોએ પોતપોતાને રહેવા માટે વિશાળ હવેલીઓનું નિર્માણ કરાવ્યું. આ હવેલીઓ અનેક માળની હતી. હવેલીઓ વધારે ભવ્ય, વાસ્તુ-કલાની દ્રષ્ટિએ મળતી આવે છે અને કલાત્મક છે. ઝુંઝુંનના ગામડામાં આવેલી આ વિશાળ હવેલીઓ આજે પણ તેના વાસ્તુ-કલાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. રાજસ્થાનની હવેલીઓ પોતાની બાલ્કનીઓ, વરંડાઓ અને ઝરુખાઓ પર બારીકાઈ તથા જીણવટભર્યું નક્સીકામ અને તેના પર કોતરાયેલા ચિત્રો માટે ફેમસ છે.

 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈતિહાસમાં સમેટાયેલો છે રાજપૂતાના ઇતિહાસ

  ઈતિહાસના જાણકારો પ્રમાણે, પંદરમી સદી(1443)થી અઢારમી સદીના મધ્યમાં એટલે કે 1750 સુધી આ વિસ્તારમાં શેખાવત રાજપૂતોનું આધિપત્ય હતું. ત્યારે તેનું સામ્રાજ્ય સીકરવાટી અને ઝુંઝુંનૂવાટી સુધી હતું. શેખાવત રાજપૂતોના આધિપત્યવાળો વિસ્તાર શેખાવાટી કહેવાયો, પરંતુ ભાષા-બોલી, લાઈફ, ખાણીપીણી, પહેરવેશ અને સામાજિક સાંસ્કૃતિક રીતરિવાજોમાં એકરૂપતા હોવાના કારણે ઝુંઝુંન અને ચુરૂ જિલ્લો પણ શેખાવટીનો ભાગ માનવામાં આવ્યો. ઈતિહાસકાર સુરજન સિંહ શેખાવતના પુસ્તક પ્રમાણે, રાજપૂત રાવ શેખાએ 1433થી 1488 સુધી અહીંયા શાસન કર્યું.

 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  કઈ હવેલીઓ છે ફેમસ

  ઝુંઝુંનમાં ટીબડેવાલાની હવેલી તથા ઈસરદાસ મોદીની હવેલી તેના શિલ્પ વૈભવના કારણે અલગ જ છવાયેલી છે. ઝુંઝુંનમાં સાગરમલ લાડિયા, રામદેવ ચૌખાણી તથા રામનાત ગોયનકાની હવેલી, ઝુંઝુંનમાં સેઠ લાલચંદ ગોયનકા, મુકુન્દગઢમાં સેઠ રાધાકૃષ્ણ તથા કેસર દેવ કાનોડિયાની હવેલીઓ, ચિડાવામાં બાગડિયાની હવેલી, ડાલમિયાની હવેલી, મહનસરની સોના-ચાંદીની હવેલી, શ્રીમાધોપુરમાં પંસારીની હવેલી, લક્ષ્મણગઢ કેડિયા તથા રાઠીની હવેલી પ્રસિદ્ધ છે.

 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • મુકેશ અંબાણી દીકરી બનશે રાજસ્થાનના આ ગામડાની વહુ, આવી છે સસરાની આ ખાનદાની હવેલી | Isha Ambani to become daughter in law of this Rajasthans village
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending