'મહેલ'માં મોજ કરતાં સલમાનને હવે જેલમાં આવું કરવું પડશે

એક જ દિવસમાં આટલી બદલાઈ ગઈ સલમાનની લાઇફ

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 07:38 PM
Salman Khan to be jailed in Mahal

જોધપુર: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને 20 વર્ષ પહેલાં શિકાર કરેલા કાળા હરણના કેસમાં રાજસ્થાન કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. હવે વાત એ છે કે સલમાનની જે રીતની લાઇફ સ્ટાઇલ છે તે જોતાં સલામન જેલમાં કેવી રીતે 5 વર્ષનો સમય વિતાવશે? તો જોઇએ સલમાનની સજા પહેલાની ઘરની લાઇફ સ્ટાઇલ કેવી હતી અને સજા બાદ જેલમાં કેવી રીતે એક એક દિવસ વિતાવશે. જેલમાં ઊંઘવા પર રોક અને રોજ સવારે 5.30 વાગે ઊઠવાનું હોય છે.

જ્યારે ઘરે સલમાનને ઊઠવાની રોક-ટોક નહોતી, 10-11 વાગ્યે ગમે ત્યારે સલમાન ઊઠતો. જેલમાં સવારે 7.00 વાગે ન્હાઇને રેડી રહેવાનું. ઘરે ઊઠ્યા પછી પરિવાર સાથે ચા- નાસ્તો. પણ જેલમાં હવે જેલના નિયમો માનવા પડશે, સવારે 7- 8ની વચ્ચે નાસ્તામાં 2 બ્રેડ, શાક, ચા. ઘરે પોતાની મરજી ચાલતી, સવારે 11.30 વાગે જીમમાં દોઢ કલાક વર્કઆઉટ.

જેલમાં સવારે 8થી 11.30 સુધી જેલ તરફથી નક્કી કરેલું કામ કરવું પડશે. ઘરે બપોરે 1 વાગે નાસ્તામાં 3 ઈંડાં, ઓટ્સ, 10થી 15 બદામ અને પ્રોટિનશેક. જેલમાં 55 રૂપિયા મહેનતાણું. 11.30 વાગે લંચમાં શાક-રોટલી અને દાળ-ભાત. ઘરે રોજની આવક 67 લાખ રૂપિયા.

ઘરમાં 1.30થી 2 વચ્ચે મિટિંગ અથવા શૂટિંગ. જેલમાં બપોરે 12થી 5ની વચ્ચે જેલ તરફથી નક્કી કરેલું કામ કરવું પડશે. ઘરે બપોરે 4 વાગે ફ્રૂટ્સ, નટ્સ અથવા તો લો ફેટ મિલ્ક. સાંજના સમયે એટલે 5.30 વાગે ફરીથી કોટડીની અંદર. ઘરે તો અડધી રાત સુધી બહાર રહેવાનું અને ઘરે આવવાનો કોઈ જ સમય ફિક્સ નહીં.

સાંજના 6 વાગે જેલની અંદર ડિનરમાં ફક્ત શાક અને રોટલી. ઘરની વાત કરીએ તો સાંજના સમયે જીમમાં જઇને 1000 સિટ-અપ અને 500 પૂશ-અપ ડેલી વર્ક આઉટ. નિયમ પ્રમાણે જેલમાં દર અઠવાડિયે વજન માપવામાં આવે છે. સાંજે 6થી 7 વચ્ચે કોમન હોલમાં ટીવી જોઇ શકાય અને વાંચન કરી શકાય.

ઘરે તો રાત્રે 1.30થી 2ની વચ્ચે ડિનર જેમાં ચિકન, ફિશ, ઈંડાં, રોટલી, પ્રોટીન શેક. રાત્રે 7થી 8 વચ્ચે જેલમાં ઊંઘવાનો સમય જ્યારે ઘરે તો રાત્રે 2થી 3 વાગે જમીને વૉક કરવા નીકળવાનું ત્યાર બાદ ઊંઘવાનું.

X
Salman Khan to be jailed in Mahal
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App