ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Pakistan Cricket League PCL team is selling at 65 rupees

  બોલો, 65 રૂપિયામાં વેચાઈ રહી છે પાકિસ્તાન ક્રિકેટ લીગ (PCL)ની ટીમ!

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 03:46 PM IST

  ભારતમાં IPL એટલે કે 'ઇન્ડિયન પ્રીમિયર લીગ' છેલ્લા એક દાયકાથી સુપરહીટ છે
  • બોલો, 65 રૂપિયામાં વેચાઈ રહી છે પાકિસ્તાન ક્રિકેટ લીગ (PCL)ની ટીમ!

   - ભારતમાં IPL એટલે કે 'ઇન્ડિયન પ્રીમિયર લીગ' છેલ્લા એક દાયકાથી સુપરહીટ છે
   - પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓનો તેમાં ગજ વાગ્યો નથી
   - આથી પાકિસ્તાને પોતાને ત્યાં આવી જ ટુર્નામેન્ટ શરૂ કરી છે
   - આ ટુર્નામેન્ટને PCL એટલે કે ‘પાકિસ્તાન ક્રિકેટ લીગ’ નામ અપાયું છે
   - PCLમાં ટોટલ 6 ટીમો રમે છે
   - જેમાં 5 ટીમો એક એક મેચ જીતી ચૂકી છે
   - પરંતુ PCLમાં એક ટીમ એવી છે જેની હાલત ખૂબ જ કફોડી છે
   - આ ટીમનું નામ છે 'લાહોર કલંદર' - ટીમ પાંચ મેચ રમી છે અને એક પણ નથી જીતી શકી
   - 'લાહોર કલંદર'માં બ્રેન્ડમ મૈકુલમ, સુનીલ નારાયણ, દિનેશ રામદીન અને પાકિસ્તાનના ઉમર અકમલ જેવા ખેલાડીઓ સામેલ છે
   - આટલા જોરદાર પ્લેયરોને જોવા માટે તેમના ફેન્સ ગ્રાઉન્ડ પર આવે છે - પરંતુ દરેક વખતે હારના કારણે દર્શકો નિરાશ થઇને જતા રહે છે
   - આવા જ એક નિરાશ દર્શકે ગુસ્સામાં આવીને આ ટીમને ઓનલાઇન વેચવા કાઢી છે
   - મજાની વાત તો એ છે કે ટીમની કિંમત ફક્ત એક ડોલર - એટલે 65 રૂપિયા રાખી છે
   - 'લાહોર કલંદર' ઑનલાઇન ઑક્શન સાઇટ ‘eBay’ પર ઉમર અકમલના ફોટા સાથે 65 રૂપિયામાં વેચાઈ રહી છે
   - ગુસ્સે થયેલાં દર્શકે ટીમની કન્ડિશન પણ લખી છે
   - જેમાં લખ્યું છે, આ ટીમના બધા પાર્ટ્સ તો છે પણ, બરાબર કામ નથી કરી રહ્યા
   - આ વાત સીધી ટીમનાં સંદર્ભમાં કરી છે
   - અલબત્ત, આ હરકત રોષ વ્યક્ત કરવા માટે જ કરાઈ છે
   - પરંતુ લોકોને આ 65 રૂપિયાવાળી ટીમ જોઇને જબ્બર મજા પડી ગઈ છે - તેની તસવીરો સોશિયલ મીડિયામાં રાતોરાત વાઇરલ થઈ ગઈ છે - આ એડ

   પાકિસ્તાનથી ઇન્ડિયા સુધી આવી પહોંચી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan Cricket League PCL team is selling at 65 rupees
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `