ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» How much MIR Machine powerful

  આખા માણસને પણ ખેંચી લે એ MRI મશીન હોય છે કેવું?

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 11:12 AM IST

  મુંબઈની હોસ્પિટલમાં 32 વર્ષીય યુવક રાજેશ મારુનું MRI મશીનમાં ફસાવાથી મોત થયું
  • આખા માણસને પણ ખેંચી લે એ MRI મશીન હોય છે કેવું?

   નેશનલ ડેસ્ક: મુંબઈમાં MRI મશીનમાં એક 32 વર્ષીય ગુજરાતી યુવકનું ફસાઈ જવાથી કરુણ મોત થયું હતું. ત્યારે સહેજે એ સવાલ થાય કે આ MRI મશીન એવું તે કેવું પાવરફુલ હોય કે આખેઆખો માણસ તેમાં ખેંચાઈ જાય?

   MRI એટલે કે ‘મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ’. આ મશીનનો ઉપયોગ શરીરને સ્કેન કરવા માટે થાય છે. શરીરમાં કોઇપણ પ્રકારની ગરબડ હોય તો તે આ મશીનની પકડમાં આવ્યા વિના રહેતી નથી.

   આપણા શરીરમાં હાઈડ્રોજન, નાઈટ્રોજન, કાર્બન, ઓક્સિજન, પ્રોટોન અને બીજા ઘણાં તત્ત્વો હોય છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે ધન વીજભાર ધરાવતા પ્રોટોન, ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે તે તેની તરફ ખેંચાય છે.

   MRI મશીનમાં હેવી મેગ્નેટિક કોઈલ્સ લાગેલી હોય છે. જ્યારે તેમાંથી વીજળી પસાર કરવામાં આવે ત્યારે મશીનમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન થાય છે. જ્યારે આપણા શરીરને મશીનની વચ્ચેના ગોળાકાર ભાગમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ આપણા શરીરના પ્રોટોનને આકર્ષે છે. સાથે જ ચુંબકીય ઊર્જાથી શરીરમાં રહેલા હાઈડ્રોજન એટમ્સ માથાથી પગ સુધી એક લાઈનમાં આવી જાય છે.

   મશીનની અંદર જ્યાંથી ચુંબકીય ઊર્જા પેદા કરવામાં આવે છે ત્યાં એવી કોઈલ હોય છે જે રેડિયો તરંગો પેદા કરે છે. હવે શરીરના કોઈ ખાસ ભાગ પરથી આ રેડિયો તરંગોને પસાર કરવામાં આવે ત્યારે તે જગ્યાએ વાઈબ્રેશન પેદા થાય છે. આ વાઈબ્રેશનની મેથેમેટિકલી ગણતરી કરી મશીન સાથે જોડાયેલું કમ્પ્યુટર શરીરના એ ભાગની ઈમેજ તૈયાર કરે છે.

   મશીનમાં ઈલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે ત્યારે મેગ્નેટીક કોઈલ ગરમ ના થાય અને તેનું તાપમાન જાળવાઈ રહે એ માટે મશીનમાં લીક્વિડ હિલિયમનો ઉપયોગ કરવામાં આવે છે.

   મશીનમાં પેદા કરવામાં આવતાં મેગ્નેટિક ફિલ્ડને ટેસ્લામાં માપવામાં આવે છે. સામાન્ય રીતે MRI મશીન 1, 2 કે 3 ટેસ્લા પાવરનું આવતું હોય છે.

   હોસ્પિટલોમાં સામાન્ય રીતે 1.5 ટેસ્લા પાવરનું MRI મશીન ઉપયોગમાં લેવાય છે. જેનું મેગ્નેટિક ફિલ્ડ પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળથી 30 હજાર ગણું વધારે પ્રચંડ હોય છે. આ સિવાય 2 અને 3 ટેસ્લા પાવરનું MRI મશીન પણ આવે છે જે એક નાની સોયને રોકેટની ગતિએ તેની તરફ આકર્ષી શકે છે. તેથી જ તો ડૉક્ટરો ચુંબક પ્રત્યે આકર્ષાતી કોઇપણ વસ્તુને તેની નજીક લઈ જવાની ના પાડે છે.

   જ્યારે શરીરને MRI મશીનમાં મોકલવામાં આવે છે ત્યારે ડૉક્ટર હલનચલન કરવાની ના પાડે છે. કારણ કે હલનચલન કરવાથી શરીરમાંથી પસાર થતા રેડિયો તરંગો ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને ઈમેજ બરાબર બનતી નથી.

   2014માં નવી દિલ્હીમાં એક આવો જ અકસ્માત થયો હતો જ્યારે હોસ્પિટલના બે કર્મચારીઓ MIR મશીન અને ઑક્સિજન ટેન્કની વચ્ચે સતત ચાર કલાક સુધી ફસાઈ રહ્યા હતા. તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 2001માં ન્યુ યોર્કમાં એક છ વર્ષિય બાળક MRI મશીન રૂમની અંદર જતો હતો ત્યારે ઑક્સિજનનો બાટલો રોકેટની ગતિએ તેની તરફ આવ્યો અને અથડાયો હતો જેમાં તેનું માથું ફાટી ગયું અને મોત થયું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How much MIR Machine powerful
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `