ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Great effort college-run lady runs at night, heavy trucks

  સલામ: કોલેજ કરેલી આ મહિલા રાત્રે પણ ચલાવે છે હેવી ટ્રક

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 07:04 PM IST

  મધ્યપ્રદેશના આદિવાસી મંડલા જિલ્લામાં રહે છે આ મહિલા ટ્રક ડ્રાઇવર
  • સલામ: કોલેજ કરેલી આ મહિલા રાત્રે પણ ચલાવે છે હેવી ટ્રક

   મધ્યપ્રદેશના આદિવાસી મંડલા જિલ્લામાં રહે છે આ મહિલા ટ્રક ડ્રાઇવર. મહિલા બાઇક, બુલેટ ચલાવે એ તો હવે નોર્મલ થઇ ચૂક્યું છે. હવે મળો મધ્યપ્રદેશની મહિલા ટ્રક ડ્રાઇવર તબસ્સુમ અલીને. ઉંમર 29 વર્ષ છે.


   પિતાનો ખરીદેલો ટ્રક ચલાવે છે તબસ્સુમ. પિતાની તબિયત લથડતા તેણે નક્કી કર્યું કે,મોટા ભાઇ ઉપર ઘરની બધી જવાબદારી ના આવી જાય, તે ધ્યાનમાં રાખીને ટ્રક ચલાવવાનું શરૂ કર્યું.


   ટ્રક ચલાવીને પિતા અને 6 ભાઇ- બહેનના ભરપોષણમાં મદદ કરે છે. આર્ટ્સ ગ્રેજ્યુએટ તબસ્સુમ મધ્ય પ્રદેશમાં પહેલી મહિલા છે - જેની પાસે હેવી વ્હીકલનું લાયસેન્સ છે. તબસ્સુમ 10 વ્હીલવાળો હેવી ટ્રક ચલાવે છે, અને તે પણ ઘંઉની બોરીઓથી ભરેલો.


   તબસ્સુમ મધ્યપ્રદેશથી છત્તિસગઢ રાજ્યના ફેરા વધુ મારે છે. તે રોજનું 200થી 250 કિલોમિટરનું અંતર કાપે છે. એટલું જ નહીં તબસ્સુમ ટ્રક લઇને 4થી 5 દિવસની લોન્ગ ટ્રીપ પર પણ જાય છે . તબસ્સુમને ટ્રક ચલાવવામાં કોઇ જ વાંધો નથી, કારણ કે તેના પિતા અને ભાઇ પણ ટ્રક ડ્રાઇવર છે .


   તબસ્સુમને ટ્રક ચલાવતા જોઇને લોકોને ખૂબ જ નવાઇ લાગે છે. શરૂઆતના સમયમાં તબસ્સુમને નાઇટ ડ્રાઇવિંગમાં થોડી બીક જરૂર લાગતી હતી . પરંતુ છેલ્લાં 3 વર્ષથી ટ્રક લાઇનમાં હોવાથી હવે તેનો આ ડર પણ નીકળી ગયો છે. ટ્રક ચલાવવાની તાલીમ તેણે પિતા પાસેથી લીધી હતી.


   પહેલી વુમન ટ્રક ડ્રાઇવર તરીકે 2015માં મધ્યપ્રદેશના સી.એમ દ્વારા તબસ્સુમને ગોલ્ડ મેડલ એનાયત થયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Great effort college-run lady runs at night, heavy trucks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `