Home » National News » Desh » Indore News Success story is Lakshmi Modya

મજૂરી કરતા-કરતા કંપની ખોલવાનું સપનુ જોયું, મકાન ગિરવી મૂક્યું, લોન લીધી, મહિલાએ કરી એવી જિદ્દ કે આજે તેની કંપનીમાં 40 લોકો કરે છે કામ

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 02:29 PM

મહિલાની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 4થી5 કરોડ

 • Indore News Success story is Lakshmi Modya

  ઇંદોર: ઘરનો ખર્ચ ચલાવવા માટે અને મજૂર પતિને સહયોગ કરવા માટે આ મહિલાએ 1984માં પેકેઝિંગ કંપની શરૂ કરી હતી. 16 વર્ષ મજૂરી કર્યાં બાદ વિચાર આવ્યો કે ખુદની પેકેજિંગ કંપની ખોલવામાં આવે. વર્ષ 2001 તેમણે તેના મકાનને ગીરવી મૂક્યું અને બેન્કમાંથી લોન લીધી. એક નાનકડા રૂમને ભાડે લઈને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી શરૂ કરી. આજે તે નાના-નાના 2 યુનિટ ખોલીને સાહસિક સફળ મહિલા ઉદ્યમી બની ગઈ છે અને આટલું જ નહીં તેની આ કંપનીમાં 40 લોકો કામ કરે છે.


  વાર્ષિક ટર્નઓવર 4થી5 કરોડનું


  આ સક્સેસ સ્ટોરી લક્ષ્મી મોદિયાની છે. આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 4થી5 કરોડ રૂપિયા છે. આ સાહસિક મહિલા ઉદ્યમીને રવિવાર રાત્રે એસોશિએશન ઓફ ઇન્ડસ્ટ્રી મધ્યપ્રદેશ દ્રારા વાર્ષિક સમારોહમાં સન્માનિત કરવામાં આવી. મોદિયાએ જણાવ્યું કે, તે મુશ્કેલ સમય હતો જ્યારે થોડા પૈસામાં ઘર ચલાવવાનું હતું, બાળકોને ભણાવવાના હતા પરંતુ પરિવારનો સહયોગ અને સાહસના કારણે આ શક્ય બન્યું. હવે પતિ મોહન અને મોટો દીકરો ગણેશ પણ આ કામ સંભાળે છે.


  15 લોકો સાથે કામ કર્યું હતું શરૂ આજે કંપનીમાં 600 લોકો કરે છે કામ


  કાર્યક્રમમાં ઉદ્યોગપતિ પ્રકાશ અગ્રવાલને પણ સન્માનિત કરવામાં આવી. તેનું અગરબતી બનાવવાનું કામ છે અને તેમની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની છે. તે તેમના ફિલ્ડમાં નવી ટેકનિકનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. પીથમપુરમાં સ્થાપિત કેટલીક મોટી ઓટો કંપની માટે પાર્ટસ બનાવનાર ઉદ્યોગપતિ નરસિંગ ધનોતિયા, ફાર્મા ઉદ્યોગ માટે ડિઝાઇન બનાવનાર પ્રદીપ જૈન, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટૂમેન્ટ બનાવનાર અનિરૂદ્ધ કેળાની સાથે 24 વર્ષ પહેલા માત્ર 15 લોકો સાથે કરનાર દિલિપ દેવને પણ સન્માનિત કરવામાં આવ્યા. દેવની યૂનિટમાં આજે 600 લોકો કામ કરે છે અને તેને 6 નેશનલ અવોર્ડ પણ મળ્યાં છે.

  એક ફોટોકોપી મશીનથી શરૂ કર્યું હતું કામ


  આઇટી સેક્ટરમાં કામ કરનાર યુવા નરેન્દ્ર સેનને પણ સન્માનિત કરવામાં આવ્યા. તેમણે કરિયરની શરૂઆત એક ફોટોકોપી મશીનથી શરૂ કરી હતી ત્યારબાદ આઇટીની કંપની સ્થાપિત કરી લીધી. જેનું કાર્યાલય ક્રિસ્ટલ આઇટી પાર્કમાં છે. સાહસિક મહિલા ઉદ્યમી નૂપૂર સિંહનું પણ સન્માન કરવામાં આવ્યું. જે કુશળ કર્મચારીઓના ડેટા બેન્ક બનાવે છે અને જે કંપનીને તેની જરૂર હોય ત્યાં તેને જોબ અપાવવામાં મદદ કરે છે. આ બધા જ ઉદ્યોગપતિને સ્વાસ્થ્યમંત્રી તુલસી સિલાવટે સન્માનિત કર્યાં. તેમણે આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે, કામ કરનાર માટે બસ એક મોકો કે અવસરની જરૂર હોય છે અને અહીં તો બધાએ એ અવસરને ખુદ શોધી કાઢ્યો છે. અમારી સરકારીની પણ કોશિશ રહેશે કે શક્ય તેટલી ઉદ્યોગના વિકાસ માટે મદદ કરવામાં આવે. આ કાર્યક્રમમાં એઆઇએમપીના અધ્યક્ષ અલોક દવે, સચિવ યોગેશ મહેતા ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ