14 વર્ષની કિશોરી સાથે ધર્મનો બનાવેલો ભાઇ કરતો હતો 11 મહિનાથી રેપ, સાંકળથી બાંધીને રાખ્યાં હતા પગ, કાઉન્સલિંગ દરમિયાન મૂવિ જોઇને કિશોરીને તેની સાથે રેપ થયાની જાણ થઇ

divyabhaskar.com

Dec 07, 2018, 07:36 PM IST
indore news 14 year old girl physical abuse case by brother

ઇંદોર: ઇંદોરમાં ભાઇ બહેનના સંબંધને તાર-તાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક તાંત્રિક વિદ્યાની આડમાં ધર્મનો બનાવેલો પડોશમાં રહેતો એક યુવક 14 વર્ષની કિશોરી સાથે 11 મહિનાથી રેપ કરતો રહ્યો. તે પૂજાપાઠનું બહાનું કરીને કિશોરીને ઘરેથી લઈ જતો હતો અને પછી તેને નશીલી દવા પીવડાવીને બેભાન કરી દેતો હતો અને તેના પર તંત્રક્રિયા કરવાની સાથે તેના પર રેપ ગુજારતો હતો જ્યારે કિશોરી ભાનમાં આવતી તો તેને તેની સાથે કંઇક ખોટું થયાનો અહેસાસ થતો પરંતુ યુવક તેને તંત્રમંત્ર જાણતો હોવાનું કરીને ડરાવતો અને કહેતો કે જો કંઇ મારી વિરૂદ્ધ કર્યું તો નષ્ટ થઇ જઇશ. આવી ધમકીથી કિશોરી ડરી જતી અને ચૂપ રહી જતી.

ટીઆઈ નિતા દેઅરવાલાએ જણાવ્યું અજય અને તેની મા સુનિતા અને દાદી ગીતાબાઇની ધરપકડ કરી લીધી છે.યુવતી પર તાંત્રિક વિદ્યા કરીને તેને ટોર્ચર કરવામાં આરોપી યુવક અજયની મા અને તેની દાદી પણ મદદ કરતી હતી. તેથી પોલીસે આરોપી સહિત બંને મહિલાની પણ ધરપકડ કરી છે.

નશીલા પદાર્થના કારણે કિશોરીની માનસિક હાલત ખરાબ

બાલ કલ્યાણ સમિતિની અધ્યક્ષ માયા પાંડેએ જણાવ્યું કે, 11 મહિનાથી નશીલા પદાર્થ આપવાથી બાળકીની માનસિક સ્થિત ખૂબ જ ખરાબ થઇ ગઈ છે. બાળકીની બેશુદ્ધ જેવી હાલત જોઇને તેની નાની પૂછતી હતી પરંતુ અજય હંમેશા તેના પર ભૂત-પ્રેતની અસર હોવાનું કહીને ડરાવતો હતો.


કાઉન્સિંલિગ દરમિયાન મૂવિ જોયું બાદ કિશોરીને ગલત કામ થયાની જાણ થઈ


ચાઈલ્ડ લાઇનના કોઓર્ડિનેટર જીતેન્દ્ર પરમારે જણાવ્યું કે, ટોલ ફ્રી નંબર 1098 પર સૂચના મળતાની સાથે જ મંજૂ ચૌધરી તેમજ સંતોષ સોલંકી કાઉન્સિલિંગ માટે ગાંધીનગર બાળકીના ઘરે પહોંચ્યા હતા. પરિવારે કંઇ ખાસ જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કાઉન્સિલિંગ દરમિયાન એકલા રૂમમાં બેસાડીને કિશોરીને કોમલ નામની મૂવિ બતાવી ત્યારે બાળકીને તેની સાથે ગલત કામ થયું હોવાની જાણ થઇ. તેણે આ તમામ હરકત વિશે ઇશારામાં જણાવ્યું હતું.


કિશોરી રડતાં-રડતાં કહ્યું, હું તેને રાખડી બાંધતી હતી પરંતુ તેને મારો ભરોસો તોડી નાખ્યો

બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ માયા પાંડેને અને પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, '' મારી ઉંમર 14 વર્ષની છે. હું ગાંધીનગર વસ્તીમાં રહું છું. તે મારા ઘરની બાજુમાં જ રહેતો હતો. હું તેને રાખડી પણ બાંધતી હતી. તે મારો ધર્મનો ભાઈ હતો. મારા પરિવારને પણ તેના પર વિશ્વાસ હતો પરંતુ 13 નવેમ્બરે ભાઇએ મારો ભરોસો તોડી નાખ્યો. તે દિવસે તે મારી ઘરે આવ્યો હતો. તેને જાણ થઈ કે હું પગ પાયલી છું. આ બાબતની જાણ થતાં તે મને છત પર લઈ ગયો અને નશીલી દવા આપીને મારી પર રેપ કર્યો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તારી સાથે જે પણ થયું છે તે તું કોઈને કહીશ નહીં નહીં તો તારી બદનામી થશે. મારૂં કંઇ નહીં બગડે હું તાંત્રિકબાબાની સાથે રહું છું. તે તેને પણ નષ્ટ કરી દેશે. તેની વાતોથી હું ડરી ગઈ અને ચૂપ રહી. જો કે આ બાદ મને બરબાદ કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો. તેના આ કામને તેને દાદી અને મા પણ સાથ આપતા હતા. તે લોકો મને નિર્વસ્ત્ર કરીને મારી પર તંત્રક્રિયા કરતા અને આ ક્રિયા પહેલા તેઓ મારી પર રેપ કરતા હતા''


કિશોરીએ કહ્યું, 'મારા શરીર પર અગરબતીથી ડામ આપવામાં આવતા હતા'


કિશોરીએ આપવીતી કહેતા જણાવ્યું કે, મને નશીલા પદાર્થ ખવડાવીને મારી પર તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવતી હતી. મને અગરબતીથી ડામ પણ આપવામાં આવતા હતા. મારા આખાય શરીરે ભષ્મ લગાવીને આત્મા સાથે મિલન કરાવવાનો ઢોંગ પણ રચાતો હતો. આટલું જ નહીં મને ચાબુકથી માર મારવામાં આવતો.

મારી મા જ્યારે આરોપી યુવકને પૂછતી તો તે ભૂત-પ્રેસની અસર હોવાનું કહીને ડરાવતો હતો


''મારી હાલત જોઇને મા તે યુવકની પૂછતી તો તે ભૂત-પ્રેતની અસર હોવાનું કહીને ડરાવતો હતો. ચૌકી બેસવું, જિન્ન પેદા કરવું અને પગ પાયલી હોવાથી શક્તિનો અહેસાસ કરાવીને મને સટ્ટાના નંબર ખોલાવવા જેવા કામ કરવાતો હતો. તેમણે ઘનની લાલચમાં આ બધું જ કર્યું હતું. બુધવારે મારી સાવકી માતા, પિતા અને નાની મને હાથ-પગમાં સાંકળ બાંધેલી હાલતમાં મને બાળ કલ્યાણ સમિતિની ઓફિસ લઈ ગયા. અહીં મેં સમગ્ર આપવીતી જણાવી"

X
indore news 14 year old girl physical abuse case by brother
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી