Divya Bhaskar

Home » National News » Bhaskar Gyan » Government launched this unique scheme for women on womens day

વિમેન્સ-ડેના દિવસે જ સરકારની મહિલાઓને રૂ. 2.50ની 'હેલ્ધી ગિફ્ટ', જાણો ખાસિયત

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 07:55 PM

ગ્રામીણ વિસ્તારમાં માત્ર 48 ટકા મહિલાઓ જ સાફ અને ચોખ્ખા સેનિટરી નેપકીનનો ઉપયોગ કરી રહી છે

  • Government launched this unique scheme for women on womens day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 'અડધી વસ્તી'ને એક મોટી ભેટ આપી છે. સરકારે ગુરુવારે બાયોડીગ્રેડીબલ સેનિટરી નેપકીન લોન્ચ કર્યા છે. પ્રતિ પેડ 2.50 રૂપિયાની કિંમતે તેને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્ર પરથી ખરીદી શકે છે. આ બાયોડીગ્રેડીબલ સેનિટરી નેપકીનના એક પેકમાં 4 પેડ હશે અને તેની કિંમત 10 રૂપિયા હશે.

    કેન્દ્રીય મંત્રી અનંત કુમારે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે 28 મે, 2018એ આંતરરાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસથી દેશના તમામ જન-ઔષધિ કેન્દ્રે 'સુવિધા' નામથી બાયોડીગ્રેડીબલ સેનિટરી નેપકીન લોન્ચ થઇ રહ્યું છે.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો કેમ ખાસ છે આ બાયોડીગ્રેડીબલ સેનિટરી નેપકીન...

  • Government launched this unique scheme for women on womens day

    બજારમાં હાલ 4 સેનિટરી નેપકીનની સરેરાશ કિંમત 32 રૂપિયા છે, સરકારે આટલા જ ઓકસો-બાયોડીગ્રેડીબલ સેનિટરી નેપકીનને 10 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે. આ પેડ ભારતની મહિલાઓ માટે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુવિધાઓ સુનિશ્ચિત કરશે. તેમણે વધુમાં કહ્યું કે, બજારમાં ઉપલબ્ધ સેનિટરી નેપકીન નોન બાયોડીગ્રેડીબલ છે જયારે આ લોન્ચ થનારા સેનિટરી નેપકીન બાયોડીગ્રેડીબલ છે. 

     

    2015-16ના એક સર્વેક્ષણ મુજબ 15થી 24 વર્ષની 58 ટકા મહિલાઓ સ્થાનિક સ્તરે તૈયાર નેપકીન અને સેનિટરી નેપકીનનો ઉપયોગ કરે છે. શહેરી ક્ષેત્રોમાં 78 ટકા મહિલાઓ પીરિયડ્સ દરમિયાન સુરક્ષિત રસ્તાઓ અપનાવે છે. ગ્રામીણ વિસ્તારમાં માત્ર 48 ટકા મહિલાઓ જ સાફ અને ચોખ્ખા સેનિટરી નેપકીનનો ઉપયોગ કરી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending