બંને ભાઈઓએ મળીને ઉભી કરી હતી હજારો કરોડની કંપની, હવે આવી મારામારીની નોબત, મોટા ભાઈએ ઈજાના નિશાન બતાવતા કહ્યું, નાનાએ કર્યો હુમલો

divyabhaskar.com

Dec 07, 2018, 05:26 PM IST
Former Fortis promoter Malvinder claims that younger brother Shivinder assa

નેશનલ ડેસ્ક: ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર ભાઈ મલવિંદર મોહન સિંહ(45) અને શિવિંદર મોહન સિંહ (43)ની વચ્ચે ચાલી રહેલો ઝઘડો ઉગ્ર બન્યો છે. મોટા ભાઇ મલવિંદરે આરોપ લગાવ્યો છે કે, બુધવારે શિવિંદરે તેના પર હુમલો કર્યો. તો શિવિંદરે પણ આરોપ લગાવ્યો છે કે, મલવિંદરે પણ તેની જોડે મારામારી કરી છે. મલવિંદરે વોટસઅપ પર વીડિયો અને ફોટો પોસ્ટ કરીને જણાવ્યું કે, 5 ડિસેમ્બરની સાંજે લગભગ 6 વાગ્યે દિલ્લી 55 હનુમાન રોડ પર શિવિંદરે તેના પર હુમલો કર્યો હતો. મલવિંદરે જણાવ્યું કે, શિવિંદરે તેને ઇજા પહોંચાડી અને ધમકી પણ આપી છે. જ્યાં સુધી ટીમે આવીને તેને અલગ ન કર્યાં બંને ઝઘડતા રહ્યાં.

મીડિયા રિપોર્ટ મુજબ


મલવિંદરનું કહેવું છે કે, શિવિંદર પ્રિયસ રિયલ એસ્ટેટ કંપનીની બોર્ડ મીટિંગમાં દખલગીરી કરવાની કોશિશ કરે છે. પ્રિયસે ગુરિંદર સિંહ ઢિલ્લનની કંપની અને તેના પરિવારને 2.000 કરોડ રૂપિયા ઉઘાર આપ્યા હતા. ઢિલ્લન રાધા સ્વામી સત્સંગ વ્યાસના આદ્યાત્મિક ગુરૂ છે અને મલવિંદર-શિવિંદરનો પરિવાર તેનો અનુયાયી છે. મલવિંદરનું કહેવું છે કે, ઢિલ્લન ગ્રૂપ પાસેથી પૈસાની રિકવરી માટે કંપનીની બોર્ડ મિટીંગ બોલાવવામાં આવી હતી પરંતુ શિવિંદરે ઓફિસ પહોંચીને મીટિંગમાં ખેલેલ પહોંચાડી જો કે તે પ્રેયસના બોર્ડના મેમ્બર પણ નથી.મલવિંદરનું કહેવું છે કે સૂચના મળતાં તે ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં શિવિંદરે તેના પર હુમલો કરી દીધો હતો. શિવિદરનું કહેવું છે કે, મલવિંદરનો આરોપ ખોટો અને પાયાવિહોણો છે. તેમણે જણાવ્યું હતું કે મલવિંદરે જ તેના પર હુમલો કર્યો હતો. તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ મા અને બીજા સભ્યોના કહેવાથી ફરિયાદ પરત ખેંચી લીધી.

ફોર્ટિસ 22 વર્ષ જુની કંપની

શિવિંદર અને મલવિંદર સિંહે 1996માં ફોર્ટિસ હેલ્થકેરની શરૂઆત કરી હતી. 2001માં મોહાલીમાં આ પહેલા હોસ્પિટલ શરૂ કરી અને ત્યારબાદ હોસ્પિટલનો ઝડપથી વિસ્તાર કર્યો. 10,000 બેડ ક્ષમતા અને 314 ડાયગ્રોસ્ટિક સેન્ટરની સાથે ફોર્ટિસ 45 શહેરોમાં સુવિધા આપી રહ્યાં છે. મોરિશસ અને શ્રીલંકામાં પણ તેનું નેટવર્ક છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ફોર્ટિસથી અલગ થયા હતા બે ભાઈઓ

વર્ષ 2016માં બંને ભાઈઓએ ફોર્બ્સની 100 સૌથી ધનવાન ભારતીઓના લિસ્ટમાં 92મું સ્થાન મેળવ્યું હતું. તે સમયે બંનેની સંપત્તિ 8,864 કરોડ રૂપિયા હતી. આ વર્ષના શરૂઆતમાં શિવિંદર અને મલવિંદર સિંહ પર આરોપ લાગ્યો કે તેમણે કંપની બોર્ડના અપ્રૂવલ લીધા વિના 500 કરોડ રૂપિયાનું વિથડ્રો કર્યાં. ફેબ્રુઆરી 2018 સુધી મલવિંદર ફોર્ટિસના એક્ઝ્યુકેટિવ ચેરમેન અને શિવિંદપ નોન એકઝ્યુકેટિવ વાઇસ ચેરમેન હતા.

મલેશિયાની કંપની લેશે કંન્ટ્રોલિંગ પાર્ટનરશિપ

નવેમ્બરમાં મલેશિયાની કંપની આઇએચએચ હેલ્થકેરે 4,000 કરોડ રૂપિયામાં ફોર્ટિસમાં 31.1 ભાગીદારી રાખી હતી. ફોર્ટિસમાં 26% વધુ પાર્ટનરશિપ ખરીદવા માટે પણ સેબીથી મંજૂરી મળી ચૂકી છે. ઓપન ઓફર દ્રારા 3,350 કરોડ રૂપિયામાં આ પાર્ટનરશિપ ખરીદવામાં આવશે, નાણાકિય સંકટ સામે ઝઝૂમી રહેલી ફોર્ટિસ લાંબા સમયથી રોકાણકારોની શોધમાં હતી.

X
Former Fortis promoter Malvinder claims that younger brother Shivinder assa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી