• Home
  • National News
  • Photo Feature
  • 150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died

150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ, બિઝનેસમેનની છાતીમાં ઘૂસી ગયો પાઇપ

રેલિંગ તોડીને ફલાયઓવરમાં જઈને ઘૂસી ફરારી, બિઝનેસમેનની છાતીમાં લોખંડનો પાઇપ ઘૂસી ગયો

divyabhaskar.com | Updated - Jun 04, 2018, 05:37 PM
150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died

- કોલકત્તામાં અતિ ઝડપે જતી ફરારી બની ભયાનક દુર્ઘટનાનો શિકાર
- કારમાં સવાર બિઝનેસમેનનું ઘટનાસ્થળે જ મોત, એક યુવતી જખ્મી
- બિઝનેસમેને બે મહિના પહેલા જ ખરીદી હતી 3.5 કરોડ રૂપિયાની ફરારી


નેશનલ ડેસ્ક: પશ્ચિમ બંગાળમાં એક બિઝનેસમેનની વિકેન્ડ ટુર પરિવાર માટે માતમમાં બદલાઈ ગઈ છે. કોલકત્તામાં નેશનલ હાઇવે 6 પર તેમની ફરારી કાર ફલાયઓવરમાં જઈને ઘુસી ગઈ. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ગાડીનો કચ્ચરઘાણ થઇ ગયો. ત્યાં જ ફલાયઓવરના તૂટેલા લોખંડની રેલિંગ એન્જીન ચીરીને બિઝનેસમેનની છાતીમાં ઘુસી ગઈ. કારમાં સવારી કરનાર એક યુવતીને ગંભીર ઈજાઓ પણ આવી છે.

150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died

- દુર્ઘટના હાવડા સ્થિત ડૉમ્બજુર પાસે થઇ. સામેથી ટ્રકના આવવાના લીધે ગાડી ફેરવી અને તે બેકાબુ થઇને 6 વાર પલ્ટી ખાતા રેલિંગમાં જઈને ઘૂસી ગઈ. તે વખતે ગાડીની સ્પીડ લગભગ 150 કિમિ પ્રતિ કલાકની હતી
- દુર્ઘટનામાં ડ્રાઈવર સાઈડનો દરવાજો અને ગાડીની આગળનો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયો. તસવીરોમાં ગાડીની છત પણ ગાયબ દેખાઈ છે, ગાડીઓના ટાયર પણ નીકળી ગયા છે
- રેલિંગથી ગાડી અથડાયા બાદ લગભગ 6 ઇંચ મોટો મેટલનો પાઇપ ગાડીને ચીરીને ડ્રાયવિંગ સીટ પર બેસેલા બિઝનેસમેનની છાતીમાં ઘુસી ગયો
- મૃતક 43 વર્ષના શિબાજી રોય એમએલ રોય એન્ડ કંપની સેનિટાઇઝેશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા, તેમની સાથે ગાડીમાં તેના મિત્રની 19 વર્ષની દીકરી હતી  

 

150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died

શું કહેવું છે પોલીસનું?


- પોલીસનું કહેવું છે કે ગાડી ઘણી જ સ્પીડમાં હતી અને તેને ડ્રાઈવ કરી રહેલા બિઝનેસમેન ગાડી પર કંટ્રોલ ખોઈ બેઠા, જેના લીધે આ દુર્ઘટના ઘટી 
- પોલીસનું કહેવું છે કે દુર્ઘટનાનું અસલી કારણ ફોરેન્સિક રિપોર્ટ પછી જ સામે આવશે 

150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died

બે મહિના પહેલા જ ખરીદી હતી કાર 


- અકસ્માતમાં શિકાર થયેલી ફરારીનું મોડેલ કેલિફોર્નિયા ટી બતાવાઈ રહ્યું છે. જેને દિલ્હીમાંથી લગભગ 3.5 કરોડ રૂપિયામાં ખરીદાઈ હતી. 

X
150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died
150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died
150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died
150ની સ્પીડે ભાગતી ફરારીનો 6 વાર પલટીને કચ્ચરઘાણ | Ferrari met with a deadly accident and businessman died
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App