મુંબઈવાસીઓના આ પ્રયાસે ફરી રચ્યો ઇતિહાસ, બીચ પર નજારો જોવા ઉમટ્યા ટોળેટોળા

પર્યાવરણ નિષ્ણાંતોએ આનંદ વ્યક્ત કર્યો અને સમાજસેવક અફરોઝ શાહ અને તેમની યુવાન ટીમને તેનો શ્રેય આપ્યો

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 11:37 AM
due to Mumbai people this has happened after twenty long years

નેશનલ ડેસ્કઃ મુંબઈના વર્સોવા બીચ પર શુક્રવારે લગભગ 20 વર્ષ બાદ દુર્લભ પ્રજાતિના ઓલિવ રિડલે કાચબા પાછા આવ્યા છે. બીચ પર ઓલિવ રિડલેના અંદાજે 80 બચ્ચાન જોવા મળ્યા. પર્યાવરણ નિષ્ણાંતોએ આનંદ વ્યક્ત કર્યો અને સમાજસેવક અફરોઝ શાહ અને તેમની યુવાન ટીમને તેનો શ્રેય આપ્યો. શાહે આ સમયને મુંબઈ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી.

યાદ હોય તો, પર્યાવરણ નિષ્ણાત શાહે જ 2015માં બીચ ક્લિન-અપ ડ્રાઈવની શરૂઆત કરીને દરિયા કિનારાની સફાઈની જવાબદાલી લીધી હતી. આ દુર્લભ પ્રજાતિના કાચબા દેખાવાની સાથે તેમણે વન અધિકારીઓને પણ તેની જાણકારી આપી અને ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરી.

due to Mumbai people this has happened after twenty long years

ઈંડા આપવા સુરક્ષિત જગ્યા શોધે છે

જંગલોના અધિક મુખ્ય સંરક્ષક એન વાસુદેવન પ્રમાણે, છેલ્લા ઘણા વર્ષોમાં વર્સોવા બીચ પર કાચબાના કોઈ માળા દેખાયા નથી. તેઓ એવી જગ્યાએ તેમના ઈંડા રાખે છે, જ્યાં તે સુરક્ષિત રહી શકે. શક્ય છે કે, કાચબા એ સ્થળે પોતાના માળામાં આવે, જ્યાં તેઓ જન્મ્યા હતા. રત્નાગિરિ, રાયગઢ અને પાલઘર તટ પર પણ ઓલિવ રિડલેના અમુક માળા જોવા મળ્યા છે.

due to Mumbai people this has happened after twenty long years

ગરમ પાણીમાં રહે છે

ઓલિવ રિડલે મુખ્ય રૂપે પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં ગરમ પાણીમાં જોવા મળતા દરિયાઈ કાચબાની મધ્યમ આકારની એક પ્રજાતિ છે. ગત વર્ષે જુલાઈમાં મુંબઈના જુહૂ બીચ પરથી એક વયસ્ક ઓલિવ રિડલેને બચાવવામાં આવ્યો હતો. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ સફાઈના વખાણ કર્યા હતા, તેઓ પણ ગત વર્ષે વર્સોવા બીચની સફાઈ માટે આગળ આવ્યા હતા. તેમણે અફરોઝ શાહને બીચની સફાઈની જવાબદારી લેવા અંગે તેમના વખાણ કર્યા હતા અને સફાઈ માટે એક ટ્રેક્ટર તથા એક્સકેવેટર પણ ભેટમાં આપ્યું હતું.

X
due to Mumbai people this has happened after twenty long years
due to Mumbai people this has happened after twenty long years
due to Mumbai people this has happened after twenty long years
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App