Divya Bhaskar

Home » National News » Photo Feature » કોલકત્તાની જેલમાં ડોક્ટરનો ગોરખધંધો | Doctor caught with red hand in jail

કોલકત્તાની જેલમાં ડોક્ટરનો ગોરખધંધો, કેદીઓને સપ્લાય કરતો'તો ગાંજો-દારૂ

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 07:04 PM

ડોક્ટર પાસેથી ચાર કિલો ગાંજો, દારૂ, 35 સેલફોન, ચાર્જર અને 1.45 લાખ રૂપિયા કેશ મેળવવામાં આવ્યા છે

  • કોલકત્તાની જેલમાં ડોક્ટરનો ગોરખધંધો | Doctor caught with red hand in jail

    નેશનલ ડેસ્ક: અલીપુર સેન્ટ્રલ જેલમાં કેદીઓને મોબાઈલ, દારૂ અને ડ્રગ્સ જેવા સામાન ચોરી-છુપીથી સપ્લાય કરનાર ડોક્ટરને પકડી લેવાયો છે. ડોક્ટર અમિતાભ ચૌધરી જેલમાં ઘણા વર્ષોથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. ડોક્ટરને શુક્રવારની રાતે લગભગ 11 વાગ્યે રંગે હાથ પકડી લેવાયા હતા, જેના પછીના દિવસે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

    મોટાભાગની હોટેલના બેડ પર શા માટે સફેદ રંગની જ ચાદર પાથરવામાં આવે છે?


    - અલીપુર પોલીસ ઓફિસર્સના જણાવ્યા મુજબ, ડોક્ટર પાસે ચાર કિલો ગાંજો, દારૂ, 35 સેલફોન, ચાર્જર અને 1.46 લાખ રૂપિયા કેશ મેળવવામાં આવ્યા છે.

    - ઓફિસર્સનું કહેવું છે કે,"તે પાછલા 10 વર્ષથી જેલ સાથે જોડાયેલા હતા, માટે તેને થયું કે કોઈને તેના પર શક થશે નહીં. અમને લાગે છે કે ડો. ચૌધરીએ જેલમાં કેદીઓને પ્રતિબંધિત સામાન વેચીને ઘણા રૂપિયા કમાયા છે."

    - બંગાળ એડમિનિસ્ટ્રેશનના મિનિસ્ટરે કહ્યું છે કે,"ડોક્ટર કોઈ મોટા દળનો એક નાનો સભ્ય છે. અમે આ ગેંગના મૂળ સુધી પહોંચવા માંગીએ છીએ. એવું લાગે છે કે આ કિસ્સામાં જેલના કેટલાક અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે."

    - જેલ પ્રશાસનનું કહેવું છે કે,"ડોક્ટર પાસેથી મળેલા દોઢ લાખ રૂપિયા પણ વસૂલીના હતા, જેને તે કેદીઓને સોંપવા માટે લઈને આવ્યો હતો."

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending