દિલ્હીના અગ્નિકાંડનું હૃદયદ્રાવક દ્રશ્ય, આંખો સામે જીવતા સળગી ગયા 3 ભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ નોર્થ-વેસ્ટ દિલ્હીના બવાના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં શનિવારે ફેક્ટરીમાં લાગેલી આગમાં 10 મહિલા સહિત 17 લોકોના મોત થયા, જ્યારે જીવ બચાવવા પહેલા માળેથી કૂદેલી એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા. બવાના અગ્નિકાંડમાં ત્રણ ભાઈઓએ પણ જીવ ગુમાવ્યા છે. આ ત્રણેય ભાઈઓએ થોડા દિવસ પહેલા નવી નોકરી સાથે જીંદગીની નવી શરૂઆત કરી હતી, પરંતુ ક્યાં ખરબ હતી કે, આ નોકરી એક દિવસે મોત બનીને આવશે.

 

મોટાભાઈના કહેવાથી લાગ્યા હતા નોકરી


- બવાના અગ્નિકાંડમાં 17 મૃતકોમાં ત્રણ પિતારાઈ ભાઈઓ પણ સામેલ હતા. 
- મૂળ ઉતર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનાં રહેવાશી રોહિત તથા સંજીત પિતરાઈ ભાઈ છે જ્યારે મૃતક સૂરજ, રોહિત સગા ભાઈ છે. 
- આ ત્રણેય તેના મોટા ભાઈ રૂપપ્રકાશના કહેવાથી ફટાકડાનાં પેકિંગ માટે આવ્યા હતા. 
- જેમાં તેમને ઓવરટાઈમના પૈસા પણ મળતા હતા. રૂપપ્રકાશ પણ આ જ ફેક્ટરીમાં કામ કરતો હતો.

 

મોટાભાઈએ જણાવી સમગ્ર ઘટના


- દુર્ઘટના સમયે રૂપપ્રકાશે ફેક્ટરના ધાબેથી કૂદીને તેનો જીવ બચાવી લીધો, પરંતુ તેનો પગ ભાંગી ગયો. 
- રૂપપ્રકાશે જણાવ્યું કે, તેણે તેના નાના ભાઈ રોહિત સહિત અન્ય બે ભાઈને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ પ્રયાસો નિષ્ફળ ગયા તો તેણે ધાબેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. 
- વધુમાં તેણે જણાવ્યું કે, ફેક્ટરીમાં કામદારો બહાર ન આવે એ માટે ફેક્ટરીના ગેટ પર તાળું પણ મારી દીધું હતું, જેના કારણે જ્યારે આગ લાગી તો કોઈ બહાર નીકળી ન શક્યા.
- રવિવારે આંબેડકર હોસ્પિટલમાં રોહિત, સંજીત તથા સૂરજના મૃતદેહોના પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા. 
- પરિવારજનો તેમના અંતિમસંસ્કાર માટે ઉન્નાવ લઈને ગયા.

 

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ


- નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
- બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...