ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» અંગ દઝાડતી ગરમીમાં સવારથી સાંજ સુધી નદીમાંથી પથ્થર કાઢવા મજબૂર છે બાળકો | children are forced to take out stones from the river From morning to evening

  અંગ દઝાડતી ગરમીમાં સવારથી સાંજ સુધી નદીમાંથી પથ્થર કાઢવા મજબૂર છે બાળકો

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 03:54 PM IST

  પરિવારનું ભરણ પોષણ કરવા માતાપિતાની મદદ કરવા માટે બાળકો કામમાં મદદ કરે છે
  • અંગ દઝાડતી ગરમીમાં સવારથી સાંજ સુધી નદીમાંથી પથ્થર કાઢવા મજબૂર છે બાળકો
   અંગ દઝાડતી ગરમીમાં સવારથી સાંજ સુધી નદીમાંથી પથ્થર કાઢવા મજબૂર છે બાળકો

   નેશનલ ડેસ્કઃ પેટ માણસને અઘરામાં અઘરું કામ તથા ચોરી-લૂંટ જેવા કામ કરવા માટે લાચાર બનાવી દે છે. જો પરિવારના ભરણ પોષણ પૂરતો રોજગાર નથી મળતો તો લોકો તેમના બાળકોને પણ કામ પર લગાવી દે છે. કંઈક એવો જ નજારો પશ્ચિમ બંગાળના વીરપાડામાં જોવા મળ્યો.

   કોઈ પાંચમાં ધોરણમાં તો કોઈ અભ્યાસ જ નથી કરતું


   આગ ઓકતી ગરમીમાં બાળકો નદીમાંથી પથ્થર કાઢવાનું કામ કરી રહ્યા હતા. વીરપાડાથી લંકાપાડા જતા રસ્તા પર ભૂટાન પહાડમાંથી નીકળતી સુખા પાગલી નદીમાં નાના-નાના બાળકોને પથ્થર કાઢતા જોવા મળ્યા. કોઈ પાંચમામાં ભણે છે તો કોઈએ અભ્યાસ જ નથી કર્યો.

   માતાપિતાની મદદ કરે છે બાળકો

   પરિવારનું ભરણ પોષણ કરવા માતાપિતાની મદદ કરવા માટે બાળકો કામમાં મદદ કરી રહ્યા છે. નદીમાંથી રેતિયા પથ્થર કાઢતા બાળકોમાં સામેલ બબીતા ઉરાવની માતા સીમા ઉરાવે કહ્યું કે, તે દલમોડ ચાના ખેતરમાં કામ કરે છે. જરૂર પડે ત્યારે ચાની પત્તી તોડવા માટે શ્રમિકોને બોલાવવામાં આવે છે, બાદમાં પાછા મોકલી દે છે. પતિ રાજૂ ઉરાવ પણ બેરોજગાર છે. કાયમ કામ ના હોવાના કારણે તે તેના ચાર વર્ષની પુત્રી બબીતા ઉરાવને લઈને નદીમાંથી પથ્થર તથા રેતી કાઢવાનું કામ કરે છે.

   સવારથી સાંજે કરામ કરે તેના 50થી 70 રૂપિયા મળે


   વીરપાડા ગર્લ્સ હાઈસ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતી નિકિતા ઉરાવ પણ તેની દાદી વસંતી ઉરાવ સાથે નદીમાં પથ્થર કાઢવા માટે આવે છે. સ્કૂલમાં ગરમીની રજાઓ છે, એટલા માટે પરિવારને મદદ કરવા માટે નિકિતા નદીમાંથી પથ્થર કાઢવામાં લાગી જાય છે. ઘણા પથ્થરો જમા કર્યા બાદ એ લોકોને 50 રૂપિયા મળે છે. સવારથી સાંજ સુધી કામ કરે છતા માત્ર 50થી 70 રૂપિયાની કમાણી થાય છે. કુલ મળીને ઘરને ચલાવવા માટે બાળકો નદીમાંથી રેતી તથા પથ્થરો કાઢીને પરિવારને થોડી મદદ કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અંગ દઝાડતી ગરમીમાં સવારથી સાંજ સુધી નદીમાંથી પથ્થર કાઢવા મજબૂર છે બાળકો | children are forced to take out stones from the river From morning to evening
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `