કેબ ડ્રાઇવર બન્યો Indian Army ઓફિસર, એક સવારીએ આ રીતે બદલી નાખી જિંદગી

કેબ ડ્રાઇવરથી સેના ઓફિસર બનવાનો આ કિસ્સો મહારાષ્ટ્રના પુણેનો છે

divyabhaskar

divyabhaskar

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 01:19 PM
cab driver inspired by an incident and became Indian Army officer
નેશનલ ડેસ્ક: હકારાત્મક વિચાર માત્ર મગજને નથી બદલતું પણ જીવનમાં પણ અણધાર્યું પરિવર્તન લાવી દે છે. આવી જ કઈંક સકારાત્મક બાબત એક કેબ ડ્રાઇવર સાથે બની. પોતાની કેબમાં બેસાડેલી એક સવારીથી તે એટલો પ્રભાવિત થયો કે તેણે ટેક્સી ચલાવવાનું છોડી દીધુ. એ પછી તેણે સેનામાં જોડાવવા માટે પરીક્ષા આપી અને સફળ પણ થયો. હવે તે પોતે સેનામાં ઓફિસર બનવાનો છે. કેબ ડ્રાઇવરથી સેના ઓફિસર બનવાનો આ કિસ્સો મહારાષ્ટ્રના પુણેનો છે.

cab driver inspired by an incident and became Indian Army officer

સોશિયલ મીડિયા પર આ પૂર્વ કેબ ડ્રાઇવરની કહાની ઘણા લોકો માટે પ્રેરણા બનીને વાયરલ થઇ રહી છે. લોકો તેની જામીને પ્રશંસા કરી રહ્યા છે. કેબથી ઇન્ડિયન આર્મીના ઓફિસર બનવા સુધીની આ સફર સલામ આપવા લાયક છે. શનિવારે 3 માર્ચે ટ્વિટર પર આ બાબતની જાણકારી શેર કરતા મેજર ગૌરવ આર્યએ લખ્યું કે,"પુણેમાં એક કેબ ડ્રાઇવર ગરીબીથી લડી રહ્યો હતો. તે પોતાના પરિવારના ભરણ-પોષણ માટે આ કામ કરી રહ્યો હતો. એક દિવસ તેને એક સવારી મળી, જે સેનામાં કર્નલ હતા. બંને વચ્ચે વાતચીત થઇ. કેબ ડ્રાઇવર તેની વાતોથી એટલો પ્રભાવિત થયો કે તેણે સશસ્ત્ર સેનાબળ માટે પરીક્ષા આપી અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી જોઈન કરી. આ કેડેટ ઓમ પૈથાને 10 માર્ચે ભારતીય સેનાના ઓફિસર તરીકે બહાર આવશે"

 

X
cab driver inspired by an incident and became Indian Army officer
cab driver inspired by an incident and became Indian Army officer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App