તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્વાલિયરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પરથી BSFના ડૉગ્સે કચરો ઉઠાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: મધ્યપ્રદેશમાં ગ્વાલિયર સ્થિત ટેકનપુર બીએસએફ એકેડમીની ડૉગ સ્ક્વોડના 8 ડૉગ સવારે 9 વાગ્યે મોઢેથી ડસ્ટબિન પકડીને બીએસએફના જવાનો સાથે રેલવે સ્ટેશન પહોંચ્યા. પ્લેટફોર્મ નંબર-1 પર લોકો કંઇ સમજે તે પહેલા ડૉગે મોઢામાંથી ડસ્ટબિન નીચે મૂકી અને જ્યાં કાગળ કે ગ્લાસ સહિતનો કચરો દેખાયો તે મોઢેથી પકડીને ડસ્ટબિનમાં નાખવાનું શરૂ કરી દીધું. 
- બીએસએફના આ ડૉગ્સે પહેલી વાર સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ડૉગ્સે સ્ટેશન બાદ બસ સ્ટેન્ડ પરથી પણ કચરો ઊપાડ્યો. 


* 24 અઠવાડિયાની આપવામાં આવી ટ્રેનિંગ, રોજ લાગ્યા 8 પીરીયડ: 
- ઇન્સ્ટ્રકટર બીએસ પૂનિયાએ બતાવ્યું કે આ માટે 3 બ્રીડ જર્મન શેફર્ડ, બેલ્જીયન શેફર્ડ અને લેબ્રા ડોરને ટ્રેનિંગ આપવામાં આવી. તેમની ટ્રેનિંગ 24 અઠવાડિયા ચાલી અને દરરોજ 8 પીરીયડ લાગ્યા 
- તેમાં ડોગની પીટી અને આઉટડોર ટ્રેનિંગ પણ સામેલ છે. સૌથી પહેલા તેમને હેન્ડલર ઉપાડવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી, પછી કચરો ઉપડાવાયો, જેથી ડોગ કચરાની ઓળખ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...