• Gujarati News
  • National
  • ઉત્તરપ્રદેશ: બનારસ શહેરમાં એક વાળંદ હાથથી નહીં, મોમાં કાતર રાખીને કાપે છે વાળ | Barber From Varanasi Cuts Hair By Holding Scissor

ઉત્તરપ્રદેશ: બનારસ શહેરમાં એક વાળંદ હાથથી નહીં, મોમાં કાતર રાખીને કાપે છે વાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: ઉત્તરપ્રદેશના બનારસ શહેરના અંસાર અહમદ જયારે વાળ કાપે છે, તો આસપાસથી લોકોના ટોળા એકઠા થઇ જાય છે. તે પોતાના મોમાં કતાર ફસાવીને એકદમ નવીન રીતે જ વાળ કાપે છે. ગજબ તો એ છે કે, તેમને મોમાં કાતર રાખીને વાળ કાપવામાં હાથથી વાળ કાપવા જેટલો જ સમય લાગે છે. અંસાર લગભગ દેશના એકમાત્ર એવા વાળંદ છે જે આ અંદાજમાં વાળ કાપે છે.

 

* આ કારણે મોથી કાતર પકડવા લાગ્યા
‘હિસ્ટ્રી ટીવી’ના એક વીડિયોમાં અંસારે બતાવ્યું કે મોથી વાળ કાપવાનું એમ જ શરુ નથી કર્યું, પણ તેમને પરિસ્થિતિના લીધે આ શીખવું પડ્યું હતું. તે કહે છે કે વર્ષ 2008માં તેમના એક હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેના લીધે તે બેડ રેસ્ટ પર હતા. આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે જો પરિસ્થિતિએ તેમને અપંગ કરી દીધા તો તેઓ ભીખ માંગીને સમય કાઢશે? બસ, આ વિચારીને જ તેમણે મોથી કાતર ઉપાડી. આ પછી તેમણે ખૂબ અભ્યાસ કર્યો અને લગભગ બે વર્ષમાં તેમણે આ કળામાં તજજ્ઞતા આવી ગઈ. 

 

* આ ઘટનાએ અંસારને બનાવ્યો હીરો
અંસાર એક હીરો તરીકે ત્યારે જયારે તેમણે પોતાના મિત્રના દીકરાનો જીવ બચાવવા માટે 24 કલાકો સુધી મોથી વાળ કાપવાનો નિર્ણય લીધો. તેમના મિત્રના દીકરાને બ્લડ કેન્સર હતું, સારવાર માટે 6 લાખ રૂપિયાની જરૂર હતી. રૂપિયા ભેગા કરવા માટે અંસારે એક બેનર પર લખ્યું,‘હું એક બાળક માટે મોથી વાળ કાપીશ, અમને આટલા રૂપિયાની જરૂર છે. હું 24 કલાક વાળ કાપીશ, ન ખાઈશ, ન કઈં પીશ. જ્યાં સુધી સારવાર માટેના રૂપિયા ભેગા નહીં થાય’ લોકોને આ બાબતે ઘણો રસ પડ્યો અને 20 કલાકોમાં જ અંસારે 6 લાખ રૂપિયા ભેગા કરી લીધા હતા.

 

આ પણ વાંચો:- 
ઊડતી 'વ્હેલ': એરબસ બેલુગા XLએ પહેલીવાર ભરી ઉડાન, 1.40 લાખ કિલો વજન ઉપાડવાની કેપેસિટી