વિવાદ / વિવાદિત નિવેદન મુદ્દે આઝમ ખાનનો ટ્રેક રેકોર્ડ છે બહુ જૂનો, મોદીને કહ્યાં હતા પાકિસ્તાનનાં એજન્ટ

azam khan has given this controversial statements

divyabhaskar.com

Apr 16, 2019, 10:38 AM IST

નેશનલ ડેસ્ક:સમાજવાદી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રામુપર લોકસભા સીટના ઉમેદવાર આઝમ ખાન હાલ જયાપ્રદા પર આપેલા વિવાદિત નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ મુદ્દે ચૂંટણી પંચે પગલા લેતા આઝમખાન પર 72 કલાસ સુધી પ્રચાર ન કરવાનો આદેશ આપ્યો છે. આઝમખાન વિવાદિત નિવેદન માટે જાણીતા છે. આ પહેલા પણ તેમણે એવા અનેક વિવાદિત નિવેદન આપેલા છે. જેના કારણે તેમણે વિરોધનો સામનો કરવા પડ્યો હતો. તેમણે આપેલા વિવાદિત નિવેદન પર એક નજર કરીએ...

પેરિસ હુમલા પર આપ્યું હતું વિવાદિત નિવેદન

નવેબમ્બર 2015માં આઝમ ખાને પેરિસ હુમલા મુદ્દે એક વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'આ હુમલો સુપર પાવર્સની કાર્યવાહીની પ્રતિક્રિયા છે'

PM મોદી પર લગાવ્યો હતો પાકિસ્તાનનાં એજન્ટ હોવાનો આરોપ

આઝમ ખાને PM મોદી પર પાકિસ્તાનના એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. રામપુરમાં એક સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનના PM ઇમરાન ખાને નિવેદન આપ્યું છે કે, જો મોદી ફરી સત્તામાં આવશે તો બંને દેશો વચ્ચે થયેલો વિવાદ ઉકેલાશે' આઝમ ખાને આ મુદ્દે કહ્યું હતું કે, 'આ મોદી-ઇમરાનની આ કેવી મિલીભગત છે'

એર સ્ટ્રાઈક મુદ્દે કર્યું હતું વિવાદિત નિવેદન

સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક મુદ્દે જણાવ્યું હતું કે, '400 લોકો પાડોશી દેશમાં માર્યા ગયા પરંતુ કોઈની ડેડબોડી ન જોવા મળી' તેમણે જણાવ્યું હતું કે, 'આ સવાલ હું મારા દેશને નહીં પરંતુ પાકિસ્તાનને પૂછી રહ્યો છું, જો હું વડાપ્રધાન હોત તો પુલવામા હુમલા બાદ 40 સેકન્ડનો પણ વિલંબ ન કરત અને હુમલો કરી દેત'.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર આપ્યું હતું આવું નિવેદન

પૂ્ર્વ કોંગ્રેસ નેતા તેમજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન માટે પસંદ કરાતા આઝમ ખાને જણાવ્યું હતું કે,'આરએસએસની દાવતનું આમંત્રણ સ્વીકારવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આમાં કોઈ રાજકારણ નથી. તેમણે આરએસએસના હેડ ક્વાર્ટર જવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. તેના બદલામાં આરએસએસે કંઇક તો આપવાનું જ હતું. આ તેનું જ ઇનામ છે'

કારગિલ પર વિવાદિત નિવેદન

સમાજવાદી પાર્ટીના નેતાએ કારગિલ સૈન્ય કાર્યવાહી મુદ્દે પણ વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણ જણાવ્યું હતું કે, 'કારગિલની પહાડી પર ફતેહ કરનાર કોઈ હિન્દુ સૈનિક ન હતો પરંતુ મુસ્લમાન હતો'

X
azam khan has given this controversial statements
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી