જ્યારે એક વોટથી હારી સરકાર, રાજાઓની ગાદી ગઈ અને આવી ગયો હિટલર, ફ્રાંસમાં એક વોટની જીતના કારણે રાજતંત્રનો અંત આવ્યો

divyabhaskar.com

Dec 07, 2018, 04:16 PM IST
assembly election 2018 power of one vote, atal bihari vajpayee, cp joshi

ઉદયપુર: ઇતિહાસ એવા અનેક ઊદાહરણ છે, જેમાં માત્ર એક જ વોટની હારથી સત્તાપલટ થઈ ગયો હોય. અટલ બિહારી વાજપેયી અને સીપી જોશી તેના મોટા ઊદાહરણ છે. ફ્રાંસમાં એક વોટની જીતના કારણે રાજતંત્રનો અંત આવી ગયો.

અટલ બિહારી વાજપેયી (13 મહિનાની સરકાર હારી)

1999: એઆઇડીએમકે સમર્થન પરત ખેંચી લેતા વાજપેયી સરકારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો હતો. પ્રસ્તાવના પક્ષમાં 269 અને વિરોધમાં 270 વોટ પડ્યાં હતા અને સરકારે હારી ગઈ હતી.

સી.પી. જોશી, કોંગ્રેસ નેતા, (એક વોટ ઓછો પડતાં સીએમ ન બની શક્યાં)

2008માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં સીપી જોશીએ 62,215 તેમજ કલ્યાણસિંહને 62,216 મત મળ્યાં હતા. 2008માં જોશી સીએમ પદના દાવેદાર હતા. ઉલ્લેખનિય છે કે 2008માં મા, પત્ની, ડ્રાઈવરે વોટિંગ ન હતું કર્યું.

એ આર ક્રિષ્ણામૂર્તિ, જેડીએસ, (એક વોટના અભાવે ધારાસભ્ય ન બની શક્યા)

2004માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસના એઆર કૃષ્ણમૂર્તિએ 40,751 મત મળ્યા હતા અને કોંગ્રેસના ધ્રૂવનારાયણને 40,752 વોટ મળ્યા હતા. 2004માં તેનો ડ્રાઇવર રજા પર હોવાથી વોટિંગ ન હતો કરી શક્યો.


ફ્રાન્સમાં રાજાશાહીનો અંત અને લોકતંત્ર શરૂ થયું

1875માં ફ્રાન્સમાં તો સત્તાનું સમગ્ર સ્વરૂપ જ બદલાઈ ગયું હતું. એક વોટની જીતના કારણે ફ્રાન્સમાં રાજાશાહીનો અંત આવ્યો હતો અને લોકતંત્રનો ઉદય થયો. આવું ન બન્યું હોત તો હજું પણ લોકો કદાચ રાજાશાહીમાં જીવી રહ્યાં હોત.

અમેરિકાની ભાષા બદલી નહિતો માતૃભાષા જર્મન હોત


1776 : અમેરિકાને એક મતના કારણે જ જર્મનની બદલે માતૃભાષા અંગ્રેજી મળી. અહીં રિપબ્લિક ઉમેદવાર એક વોટથી હારી ગયા અને પાર્ટી શોકમાં ડૂબી ગઈ.

એડોલ્ફ હિટલર, જર્મની (નાજી દળના પ્રમુખ બન્યા)


1923: જર્મનીના લોકોને પૂછો કે, એક મતની તાકાત કેટલી હોય, કેમરે વર્ષ 1923માં એડોલ્ફ હિટલર એક વોટના કારણે નાજી દળના પ્રમુખ બન્યા હતા.

રદરફોર્ડ બી હાયેસ (અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા)


1876 : 19માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમં રદરફોર્ડ બી હાયેસે 185 મત મેળવ્યા હતા અને સૈમુઅલ ટિલડેને 184 મત મેળવ્યા હતા. જો કે શરૂઆતમાં ટિલડેન 2.5 લાખ મતથી જીત્યા હતા.

X
assembly election 2018 power of one vote, atal bihari vajpayee, cp joshi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી