Home » National News » Latest News » National » Anant Ambani Was Trolled During IPL 2013, Then He Decided For Wight Loss

અનંત અંબાણીએ આ રીતે ઘટાડ્યું હતું 108 Kg વજન, સલમાન-ધોની થયા હતા ફેન

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 01:07 PM

નવા ફિટ લુકને કારણે સલમાન ખાન અને ધોની પણ તેના ફેન થયા તથા શુભેચ્છા પણ પાઠવી હતી

 • Anant Ambani Was Trolled During IPL 2013, Then He Decided For Wight Loss
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અનંત અંબાણનો વજન ઘટાડ્યા પહેલા અને પછીનો લુક.

  મુંબઈઃ દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંતે પોતાનું 108 કિલો વજન ઘટાડ્યું હતું. એક અહેવાલ અનુસાર, આ માટે તે રોજ 5-6 કલાક એક્સરસાઈઝ અને સ્પેશિયલ ડાયેટ ચાર્ટ ફોલો કરતો હતો. તેના નવા ફિટ લુકને કારણે સલમાન ખાન અને ધોની પણ તેના ફેન થયા તથા શુભેચ્છા પણ પાઠવી હતી. તાજેતરમાં જ અનંતના ભાઈ આકાશ અને શ્લોકા મેહતાની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અમે તમારી સમક્ષ આકાશના નાના ભાઈ અનંત વિશે જણાવી રહ્યાં છીએ. ધોનીએ અનંતને બર્થડે વિશ કરતા કહ્યું હતું કે,‘હેપ્પી બર્થડે અનંત. 100 કિલોથી વધુ વજન ઘટાડી તે પોતાને જ શાનદાર ગિફ્ટ આપી છે. આ ડિસિપ્લીન અને ડિટર્મિનેશન દેખાડે છે.’ સલમાને પણ અનંતે આ અંગે શુભ્ચેછા પાઠવી હતી.

  આ કારણે વધી ગયું હતું અનંત અંબાણીનું વજન.....
  - થોડા વર્ષો અગાઉ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ નાના પુત્ર અનંતના વજન અંગે ખુલાસો કર્યો હતો.
  - નીતા અંબાણીએ કહ્યુ હતું કે, "અનંતને અસ્થમા હતો. જેના કારણે તેને સ્ટિરોઈડ્સ આપવા પડતાં હતાં."
  - "સ્ટિરોઈડ્સના કારણે જ અનંતનું વજન વધ્યું હતું."
  - તબીબી દ્રષ્ટીએ પણ નીતા અંબાણી અનંતના વજન અંગે ચિંતિત રહેતા.
  - અનંત, ઈશા કે આકાશ, ક્યાંય પણ જાય તેઓ નીતા અંબાણી સાથે સંપર્કમાં રહેતા.
  - અનંત પણ તેમને જે કાંઈ ખાવું હોય તે કહેતાં અને તેઓ પણ જરૂર પડ્યે એક માતા અને જરૂર પડ્યે એક મિત્રની જેમ અનંત અંબાણી સાથે વર્તતા.
  - નીતા અંબાણીના કહેવા પ્રમાણે, અનંતને મેદસ્વીતા હતી. ઘણા બાળકો મેદસ્વીતાથી પીડાતા હોય છે, પરંતુ માતાઓ આ વાતને સ્વીકારતા શરમાય છે.

  વધેલા વજનને કારણે ટ્રોલ થતા પરેશાન થયો હતો અનંત....


  - નીતા અંબાણીએ કહ્યું કે 'વાત વર્ષ 2013ની છે. આઇપીએલની મેચ ચાલી રહી હતી. તેમણે દીકરા અનંતને કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલમાં જીતશે અને તેને ટ્રોફી લેવા જવાનું છે. અનંતે આવું જ કર્યું. તે ટ્રોફી લેવા ગયા. પણ ટ્રોફી લેતા અનંતની તસવીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઈ. અને લોકોએ તેની મજાક ઉડાવી.'
  - નીતા અંબાણીએ કહ્યું કે 'મોટાપાના લીધે અનંતના ટ્રોલ થવા પર તે ઘણો પરેશાન થયો. પણ નિરાશ થયો નહીં. તે વખતે અનંતની ઉંમર 18 વર્ષ હતી. તેમણે કહ્યું કે વજન ઘટાડવો છે અને પછી તેણે કસરત કરવાનું શરુ કર્યું.

  (આગળની સ્લાઈડ્સમાં જાણો, અનંતે કઈ રીતે ઘટાડ્યું 108 કિલો વજન....)

 • Anant Ambani Was Trolled During IPL 2013, Then He Decided For Wight Loss
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અનંત અંબાણી.

  અનંતે કેવી રીતે ઘટાડ્યું 118 કિલો વજન?


  અનંતના ફેટથી ફિટ થવાના કિસ્સાને જણાવતા નીતા અંબાણીએ કહ્યું કે અનંત રોજ 23 કિલોમીટર સુધી પગપાળા ચાલતો હતો. ડાયેટ ચાર્ટ ફોલો કરતો હતો. 5થી 6 કલાક જીમમાં જતો હતો. આ સિવાય યોગા, ટ્રેનિંગ, વેટ ટ્રેનિંગ, કાર્ડિયો વર્કઆઉટના લીધે તેનો વજન ઘટ્યો. અનંતે લગભગ 18 મહિના સુધી ખુબ મહેનત કરી અને ત્યારે જઈને તેનું વજન 118 કિલો સુધી ઘટ્યું.

 • Anant Ambani Was Trolled During IPL 2013, Then He Decided For Wight Loss
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અનંત અંબાણી.

  - મસલ્સને ફિટ રાખવા માટે ફંક્શનલ ટ્રેનિંગ લીધી. બોડીની સ્ટેબિલિટી વધારવા માટે સ્ટ્રેચિંગ પણ કરી.

   - અનંતે ખાસ ડાયટ પ્લાનને ફોલો કર્યું. શુગર વગરના અને લો કાર્બોહાઈડ્રેટ ડાયટને ફોલો કર્યું.

 • Anant Ambani Was Trolled During IPL 2013, Then He Decided For Wight Loss
  સચિન તેંડુલકર સાથે અનંત અંબાણી.

  - અનંતે વજન ઘટાડવા માટે મેહનત કરી રહ્યો હતો ત્યારે તેણે અમુક વસ્તુઓ ખાવા-પીવાની બંધ કરી હતી. જેમાં બ્રેડ, સ્વિટ, પાસ્તા અને સોફ્ટ ડ્રિન્કનો સમાવેશ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ