આકાશ અંબાણીએ શ્લોકાને કર્યું પ્રપોઝ, પહેરાવી હતી આટલી મોંઘી ડાયમંડ રિંગ

મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીએ પોતાની ભાવિ પત્નીને કેટલી મોંઘી આપી હશે તેની ચર્ચા

divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:04 PM
આકાશ અંબાની અને શ્લોકા મેહતા. ઈનસેટ તસવીરમાં શ્લોકાના હાથમાં રહેલી ડાયમંડ રિંગ.
આકાશ અંબાની અને શ્લોકા મેહતા. ઈનસેટ તસવીરમાં શ્લોકાના હાથમાં રહેલી ડાયમંડ રિંગ.

મુંબઈઃ ગોવાના તાજ એક્જોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સમયે બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યો હતો. એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ આ જ સમયે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. તેણે આ માટે ડાયમંડ રિંગ શ્લોકાને પહેરાવી હતી. મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીએ પોતાની ભાવિ પત્નીને કેટલી મોંઘી આપી હશે તેની ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ શ્લોકાને આપેલી ડાયમંડ રિંગની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે. જોકે આ રિંગ કિંમત વધુ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આકાશ અંબાણીની ભાવિ પત્ની આવે છે અબજોપતિ પરિવારમાંથી...


- શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કંપનીના માલિક રસેલ મેહતા શ્લેકાના પિતા છે.
- આ સિવાય શ્લોકા ConnectForની પણ કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલંટિયર્સની સાથે જોડવાનું કામ કરે છે. તેણે 2004 થી 2009ની વચ્ચે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તો આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઇ હતી. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા પછી શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટી ગઇ. તેના પછી તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ટ પોલિટિકલ સાઇન્સથી કર્યું.
- એક અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર, નીતા અંબાણીએ જણાવ્યું કે, તે ભાવિ પુત્રવધૂને ત્યારથી ઓળખે છે જ્યારથી તે 4 વર્ષની હતી, તેઓ અંબાણી પરિવારમાં અને તેમના દિલોમાં ભાવિ પુત્રવધૂને આવકારે છે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.........)

Akash Ambani Gave Crores Rupee Diamond Ring To Shloka Says Report

- આકાશ અને શ્લોકાએ પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની દરમિયાન ફોટોશૂટ પણ કરાવડાવ્યું હતું.

Akash Ambani Gave Crores Rupee Diamond Ring To Shloka Says Report

- બચ્ચન પરિવાર પુત્રવધૂ શ્લોકા મેહતાને વર્ષોથી જાણે છે.

X
આકાશ અંબાની અને શ્લોકા મેહતા. ઈનસેટ તસવીરમાં શ્લોકાના હાથમાં રહેલી ડાયમંડ રિંગ.આકાશ અંબાની અને શ્લોકા મેહતા. ઈનસેટ તસવીરમાં શ્લોકાના હાથમાં રહેલી ડાયમંડ રિંગ.
Akash Ambani Gave Crores Rupee Diamond Ring To Shloka Says Report
Akash Ambani Gave Crores Rupee Diamond Ring To Shloka Says Report
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App