ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» The young man who wants to begged now Ronaldo will play football from the club

  ભીખ માગતો આ યુવાન, હવે રોનાલ્ડોવાળી ક્લબમાંથી રમશે ફૂટબોલ

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 08:41 PM IST

  ભીખ માગનારનું પણ નસીબ જોર કરતું હોય છે, સાહેબ...
  • ભીખ માગતો આ યુવાન, હવે રોનાલ્ડોવાળી ક્લબમાંથી રમશે ફૂટબોલ

   ભીખ માગનારનું પણ નસીબ જોર કરતું હોય છે, સાહેબ...
   વાત છે, એક સમયે કેરળની ગલીઓમાં ભીખ માગનાર આર. મણિકંદનની. મણિકંદન અને એની નાની બહેન બંને કેરળમાં ભીખ માગીને પોતાનું પેટ ભરતાં હતાં. પરંતુ ટેલેન્ટ કંઈ બૅન્ક બેલેન્સ જોઇને થોડી ઊગે છે?


   આ વાત સાબિત કરી બતાવી છે 14 વર્ષના મણિકંદને. મણિકંદને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે. તે એક સમયે સ્પેનની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબૉલ ક્લબ ‘રિઆલ મેડ્રિડ’માંથી ફૂટબોલ રમશે. મણિકંદન અને તેની બહેન જ્યારે કેરળમાં ભીખ માગતા હતાં - તે સમયે તેની મદદે આવી આર. શ્રીકુમાર નામની વ્યક્તિ - તેઓ અનાથ બાળકો માટે આશ્રમ ચલાવે છે.

   મણિકંદને અહીં ભણવા સાથે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. શ્રીકુમારના કહેવા પ્રમાણે આ 6 ફૂટ લાંબા ટીનેજરમાં ફૂટબોલ રમવાની ટેક્નિક ખૂબ અનોખી છે. ઘીમે ધીમે મણિકંદને ફાતિમા માતા કોલેજના વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. એક વખતે ફૂટબોલ રમતી વખતે ત્યાંના કોચ એમ.પી અભિલાષની નજર મણિકંદન પર ગઈ.

   કોચ અભિલાષ મણિકંદનમાં રહેલું ટેલેન્ટ બહાર લાવ્યા. ફૂટબોલ કોચે મણિકંદનને તેનાથી સિનિયર પ્લેયર સાથે રમવાનો ચાન્સ આપ્યો. આ સમયથી મણિકંદનના પગ ક્યાંય પણ થોભ્યા નહીં - હાલ મણિકંદન અંડર-16 ફૂટબોલ પ્લસ પ્રોફેશનલ સોકર એકેડમી ચેન્નઈમાંથી રમે છે.

   મણિકંદનની રમત જોઇને ચેન્નઈ એકેડમીમાં આવેલા ફોરેન કોચે કહ્યું કે આ પ્લેયરને ફૂટબોલની વધુ સ્પેશિયલ ટ્રેનિંગ મળવી જોઇએ. ફૂટબોલની સ્પેશિયલ ટ્રેનિંગ માટે મણિકંદન જુલાઈમાં એક મહિના માટે સ્પેન જશે. મણિકંદન સ્પેનની ‘રિઆલ મેડ્રિડ’ ફૂટબોલ ક્લબમાંથી રમશે. ‘રિઆલ મેડ્રિડ’ક્લબમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કરિમ બેન્ઝીમા, ગેરેથ બેલ, સેર્ગીયો રામોસ, જેવા મહાન પ્લેયરો સામેલ છે. મણિકંદનના ફેવરિટ ફૂટબોલરમાં મેસ્સીનું નામ સૌથી પહેલા આવે છે - તે પણ મેસ્સી જેવું જ રમવાનું પસંદ કરે છે

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The young man who wants to begged now Ronaldo will play football from the club
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top