ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM, president to get their own planes by early 2020

  2020માં ભારતના PM 'એર ફોર્સ વન' જેવા વિમાનમાં ઊડતા હશે, આવી હશે ખાસિયતો

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 08:33 PM IST

  દેશના રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ઉપ-રાષ્ટ્રપતિને 2020 સુધીમાં પોતાનું ખાસ વિમાન મળશે.
  • 2020માં ભારતના PM 'એર ફોર્સ વન' જેવા વિમાનમાં ઊડતા હશે, આવી હશે ખાસિયતો

   દેશના રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ઉપ-રાષ્ટ્રપતિને 2020 સુધીમાં પોતાનું ખાસ વિમાન મળશે.એર-ઈન્ડિયાએ થોડા સમય પહેલાં જ બે 'બોઈંગ 777-300 ER' વિમાન ખરીદ્યાં છે. આ બંને વિમાનોને સરકાર એર ઈન્ડિયા પાસેથી ખરીદશે. બંને વિમાનોને વીઆઈપી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં પ્રેસ કોન્ફરન્સ માટે અલગ રૂમ અને મેડિકલ સેવાઓ માટે એક વિશેષ વિભાગ છે. બોઈંગ 777 ક્યાંય પણ અટક્યા વગર અમેરિકા સુધીની સફર ખેડી શકે છે. બંને વિમાનને ખાસ એન્ટિ મિસાઈલ પ્રોટેક્શન સિસ્ટમથી સજ્જ કરવા માટે અમેરિકા મોકલવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિનું પ્લેન 'એર ફોર્સ વન' પણ આ તમામ સુવિધાઓથી સજ્જ છે. બોઈંગ 777. 300 ERને પૂરી રીતે તૈયાર થવામાં હજી પણ 18 મહિનાનો સમય લાગશે. 2006થી લઈને અત્યાર સુધી ભારતે 68 જેટલાં વિમાન ખરીદ્યાં છે. જેમાંથી ત્રણ વિમાન આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખરીદ્યાં છે. આ વિમાન ખરીદવા માટે આ વર્ષના બજેટમાં સરકારે 4469 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. PM નરેન્દ્ર મોદી હાલ બોઈંગ 747નો ઉપયોગ કરે છે. જ્યારે હવે તેઓ એર ફોર્સ વનની જેવી સુવિધાથી સજ્જ એવા બોઈંગ 777માં સફર કરશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM, president to get their own planes by early 2020
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `