હવે તમે સરળતાથી રેલવે ટિકિટને કોઈ બીજી વ્યકિતના નામે કરી શકશો

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર છે. ધારો કે તમે બહારગામ જવાનો પ્લાન બનાવ્યો છે, ટ્રેનની ટિકિટો પણ બુક થઈ ગઈ છે.

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 01:07 PM
Now you can transfer your train ticket to someone else
રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર છે. ધારો કે તમે બહારગામ જવાનો પ્લાન બનાવ્યો છે, ટ્રેનની ટિકિટો પણ બુક થઈ ગઈ છે. પરંતુ ઓચિંતું કોઈ કામ આવી પડે છે અને તમારે જવાનું ટાળવું પડે છે અને ટિકિટ વેસ્ટ થઈ જાય છે. ત્યારે રેલવે તમારા માટે એક ખાસ વિકલ્પ લઈને આવ્યું છે. હવે કોઈપણ વ્યકિત સરળતાથી પોતાની ટિકિટ બીજી કોઈ વ્યકિતના નામે કરી શકશે. જે માટે તમારે રેલવેના કેટલાક રૂલ્સ ફોલો કરવા પડશે. જો તમે એક સરકારી કર્મચારી છો, તો ટ્રેન આવ્યાના 24 કલાક પહેલા તમારે લેખિતમાં અરજી કરવાની રહેશે. જો તમે કોઈ માન્ય શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી છો, તો તમારે 48 કલાક પહેલાં અરજી કરવી પડશે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થી માત્ર કોઈ બીજા વિદ્યાર્થીને જ પોતાની ટિકિટ ટ્રાન્સફર કરી શકશે. જો કોઈ વ્યકિત એક દિવસ પહેલાં ટિકિટ ટ્રાન્સફર માટે અરજી કરે છે તો. તે પોતાના ફેમિલી મેમ્બર્સમાંથી કોઈના પણ નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે. લગ્ન કે કોઈ ઈવેન્ટમાં આવેલી વ્યકિતએ 48 કલાક પહેલાં અરજી કરવી પડશે. જે પછી તે વ્યકિત લગ્ન કે ઈવેન્ટમાં આવેલી બીજી વ્યકિતને ટિકિટ ટ્રાન્સફર કરી શકશે. જો તમે કોઈ નેશનલ કેડેટ ગ્રૂપના હેડ કે કેડેટ છો તો તમારે 48 કલાક પહેલાં અરજી કરવી પડશે. તે પછી જ તમે તમારી ટિકિટને બીજા કોઈ કેડેટને ટ્રાન્સફર કરી શકશો. ભારતીય રેલવે આ પ્રકારની વિનંતીને માત્ર એક જ વખત સ્વીકારશે. જો એક સાથે મોટી સંખ્યામાં એક જ સંસ્થા કે જુથના લોકોએ અરજી કરી હશે. તે તેમની કુલ સંખ્યાના માત્ર 10 ટકા લોકોની ટિકિટને જ ટ્રાન્સફર કરી શકાશે

X
Now you can transfer your train ticket to someone else
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App