ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ધોની સાથે થઈ છેતરપિંડી, બિલ્ડર પાસેથી 150 કરોડ વસૂલવા પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ | Mahendra Singh Dhoni sues real estate company Amrapali over Rs 150 crore dues

  ધોની સાથે થઈ છેતરપિંડી, બિલ્ડર પાસેથી 150 કરોડ વસૂલવા પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:58 PM IST

  આમ્રપાલી છેલ્લા ઘણા વર્ષોથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે.જેના કારણે કંપનીના અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરા નથી થયા
  • ધોની સાથે થઈ છેતરપિંડી, બિલ્ડર પાસેથી 150 કરોડ વસૂલવા પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ

   ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે એક કંપની દ્વારા છેતરપિંડી થઈ છે.ધોનીને રિયલ એસ્ટેટ કંપની આમ્રપાલી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે. ધોનીનું કહેવું છે કે કંપની પાસેથી તેને 150 કરોડ રૂપિયા લેવાનાં બાકી છે.આમ્રપાલી છેલ્લા ઘણા વર્ષોથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. જેના કારણે કંપનીના અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરા નથી થયા આમ્રપાલી ગ્રુપને નોયડાની આજુબાજુના વિસ્તારમાં 10 હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં લગભગ 40 હજાર ફ્લેટની ડિલિવરી આપવાની બાકી છે. ક્રિકેટર્સના એન્ડોર્સમેન્ટ સંભાળતી ફર્મ રિતિ સ્પોર્ટસએ પણ આમ્રપાલી વિરુદ્ધ કેસ કર્યો છે. રિતિ સ્પોર્ટ્સના પણ આમ્રપાલી પાસે 200 કરોડ રૂપિયા લેવાના બાકી છે. ધોની લગભગ 6-7 વર્ષ સુધી આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો. આ પહેલા હોમબાયર્સે આમ્રપાલી દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા નહીં થવાથી નાખુશ થઈને સોશ્યલ મીડિયા પર ધોનીને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. જે પછી ધોનીએ વર્ષ 2016માં કંપની સાથે પોતાનું એન્ડોર્સમેન્ટ તોડી નાખ્યું હતું. હવે જોવું એ રહશે કે હાઈકોર્ટ પહોંચેલા ધોનીને એના પૈસા મળે છે કે નહીં?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ધોની સાથે થઈ છેતરપિંડી, બિલ્ડર પાસેથી 150 કરોડ વસૂલવા પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ | Mahendra Singh Dhoni sues real estate company Amrapali over Rs 150 crore dues
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top