9 ભારતીય વૈજ્ઞાનિકો, જેમણે દુનિયા બદલી નાખી ને આપણે કદાચ જાણતા પણ નથી!

એક નાના લાઈટ બલ્બથી લઇ બ્રહ્માંડની દરેક શોધ, આ બધું જ સાયન્સ અને ટેક્નોલોજીને આભારી છે

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 06:26 PM
9 Indian Scientists Who Changed The World

નેશનલ ડેસ્ક: વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણે કાળજી રાખીએ એથી પણ વધુ એ આપણી સાથે ડગલે ને પગલે જોડાયેલું છે. ફેન્સી ગેજેટ્સથી માંડીને ટેક્નોલોજી કે જેના વગર આપણે જીવી પણ નથી શકતા, એક નાના લાઈટ બલ્બથી લઇ બ્રહ્માંડની દરેક શોધ, આ બધું જ સાયન્સ અને ટેક્નોલોજીને આભારી છે.

પણ શું તમે જાણો છો કે આ શોધ કેવી રીતે થઇ અથવા કોણે કરી? આજે નેશનલ સાયન્સ ડે નિમિતે ખાસ આ અહેવાલ સાથે જાણો એવા 14 ભારતીય વૈજ્ઞાનિકો વિશે, જેમણે વિશ્વભરમાં એમનું અને દેશનું નામ રોશન કર્યું છે.

1. સી.વી. રામન
- 1930માં ફિઝિક્સ માટે નોબેલ પ્રાઈઝ વિજેતા, પ્રકાશના વિવર્તનની શોધ કરી હતી.
- તેમણે બતાવ્યું હતું કે કેવી રીતે એક ટ્રાન્સપરન્ટ વસ્તુમાંથી લાઈટ પસાર થાય ત્યારે કેટલોક પ્રકાશ તરંગો સાથે દિશા બદલે છે અને દુનિયા તે પ્રક્રિયાને આજે રામન ઇફેક્ટ તરીકે પણ ઓળખે છે.

9 Indian Scientists Who Changed The World

2. હોમી જે. ભાભા 
- એટમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયાના તેઓ સૌપ્રથમ ચેરમેન હતા. 
- ક્વોન્ટમ થિયરીમાં યોગદાન માટે તેમનું નામ સૌથી જાણીતું છે. 
- તેમને 'ન્યુક્લિઅર પાવરના પિતા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

9 Indian Scientists Who Changed The World

3. વિશ્વેસ્વરાય 
- સર મોક્ષગુન્દમ વિશ્વેસ્વરાય એક નામાંકિત ઈજનેર, સ્કોલર, સેલ્સમેન અને મૈસુરના દીવાન (1912-1918) હતા. 
- તેમનો મત હતો કે ભારત ઇન્ડસ્ટ્રીઝની મદદથી વિશ્વના ટોચના દેશોમાં સ્થાન મેળવી શકે એમ છે. 
- તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. 
- ઓટોમેટિક સલુઇસ ગેટ અને બ્લોક ઇરીગેશન સિસ્ટમ માટે તેઓ જાણીતા હતા, દર વર્ષે તેમના જન્મદિવસ 15મી સપ્ટેમ્બરને દેશમાં 'ઈજનેર દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે. 

9 Indian Scientists Who Changed The World

4. વેંકટરામન રાધાક્રિષ્નન 
- તેઓ વિશ્વના જાણીતા સ્પેસ સાયન્ટિસ્ટ હતા. 
- એકદમ હળવા વજનના એરક્રાફ્ટ અને જહાજોની ડિઝાઇન માટે તેઓ પ્રખ્યાત હતા. 
- તેમના નિષ્ણાંત અનુભવ અને સલાહોથી પલ્સર્સ, ઇન્ટરસ્ટેલર કલાઉડ અને ગેલેક્સીની રચનાઓની વિવિધ માહિતીઓ મેળવવી શક્ય બની હતી. 

9 Indian Scientists Who Changed The World

5. એસ. ચંદ્રશેખર 
- બ્લેક હોલની થિયરી માટે ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ જીત્યો હતો
-  તેઓ સી વી રમણના ભત્રીજા હતા 
- તેમનું સૌથી જાણીતું કામ સ્ટાર્સમાંથી નીકળતા રેડિયેશન અને એનર્જી બાબતે હતું 

9 Indian Scientists Who Changed The World

6. શ્રીનિવાસ રામાનુજન 
- તેમનો જન્મ 22 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયો હતો 
- તેમની ઓળખ વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી તરીકે થાય છે 
- તેમની ખાસ વાત એ છે કે, તેમણે કોઈ ખાસ ટ્રેનિંગ લીધા વિના જ મેથેમેટિક્સ એનાલિસિસ, નંબર થિયરી, ઇન્ફાઇનાઇટ સિરીઝ વગેરેમાં મહત્વનો ફાળો આપ્યો છે

9 Indian Scientists Who Changed The World

7. જગદીશ ચંદ્ર  બોઝ 
- જે સી બોઝ એક કરતા વધુ આવડત ધરાવતા વૈજ્ઞાનિક હતા 
- તેમનો જન્મ 30 નવેમ્બર, 1858માં પશ્ચિમ બંગાળમાં થયો હતો 
- તેઓ જાણીતા ભૌતિક વિજ્ઞાની, બાયોલોજીસ્ટ, બોટનિસ્ટ, આર્કિયોલોજીસ્ટ પણ હતા 
- તેઓ વિજ્ઞાન ઉપરાંત બંગાળના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટર તરીકે પણ ઓળખાતા હતા 

9 Indian Scientists Who Changed The World

8. વિક્રમ સારાભાઈ 
- વિક્રમ સારાભાઈને ભારતના સ્પેસ પ્રોગામના પિતા તરીકે ઓળખવામાં આવે છે 
- તેમનો જન્મ 12 ઓગષ્ટ, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો 
- ઈસરો જેવી સ્પેસ સંસ્થા સ્થાપવા માટે તેમનું પાયાનું યોગદાન રહ્યું છે 

9 Indian Scientists Who Changed The World

9. એપીજે અબ્દુલ કલામ 
- તેમનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ થયો હતો 
- તેમનું પૂરું નામ અવુલ પકીર જૈનુલબ્દિન અબ્દુલ કલામ છે 
- તેમણે એરોસ્પેસ એન્જીનીયર તરીકે ડીઆરડીઓ અને ઈસરોમાં કામ કર્યું હતું, આ ઉપરાંત તેમના જીવનના કરિયરની શરૂઆત ઇન્ડિયન આર્મી માટે નાના હેલિકોપટર ડિઝાઇન કરવા સાથે કરી હતી 

X
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
9 Indian Scientists Who Changed The World
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App