• Home
  • National News
  • Desh
  • bhopal news: mother teresa school 12th class student found dead in sumitra compound of kolar road, police investigating

રૂમમાં મળી એકના એક દીકરાની લાશ, કપડાથી બાંધેલા મળ્યાં પગ અને પોલિથીનથી ઢંકાયેલા હતો ચહેરો, ગળામાં લપેટેલો હતો દુપટ્ટો, મોત પર ઉભા થયા 5 સવાલ

જ્યારે દરવાજો તોડીને મા પહોંચી તો ત્યાં સુધીમાં થંભી ગયો હતો દીકરાનો શ્વાસ

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 06:12 PM
bhopal news: mother teresa school 12th class student found dead in sumitra compound of kolar road, police investigating

ભોપાલ: 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ગુરૂવારે શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું. રૂમ અંદરથી બંધ હતો. દરવાજો તોડીને મા અંદર પહોંચી. તો જોયું કે તેના દીકરાના ચહેરા પર પોલિથીન બાંધેલી હતી. ગળામાં દુપટ્ટો લપેટેલો હતો અને પગ કપડાથી બાંધેલા હતા. આ આત્મહત્યા છે કે કંઇ બીજુ છે આ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.


12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ભવ્ય, પિતા પીએચઇ વિભાગમાં રિટાયર્ટ ક્લર્ક હતા


છિંદવાડા નિવાસી 63 વર્ષિય પરશુરામ બાગડે પીએચઈ વિભાગના રિટાયર્ટ કારકૂન છે. તેના પરિવારમાં પત્ની અને એક પુત્ર ભવ્ય હતો. ભવ્ય મધર ટેરેસા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ભવ્યગુરૂવારે બપોરે 2.30 વાગ્યે સ્કૂલથી ઘરે આવ્યો. પિતા ગામડે ગયા હતા. મા તેના કામથી બહાર ગઈ હતી. બંને બહેનો કોચિંગ ગઈ હતી. સાંજે પાંચ વાગ્યે જ્યારે તેની મા ઘરે પહોંચી તો દરવાજો બંધ હતો. ખખડાવ્યા બાદ પણ દરવાજો ન ખૂલ્યો તો આખરે પાડોશીની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાની સાથે જ જોયું તો ભવ્યની ડેડબોડી મળી. ઘટનાની જાણ પોલીસને કર્યાં બાદ પોલીસે ડેડબોડીને પીએમ માટે મોકલી હતી.

ડેડબોડી પાસે પાવડર લગાવેલ સ્ટીલનો ગ્લાસ મળ્યો


સીએસપી ભૂપેન્દ્ર સિંહના મુજબ ભવ્યની ડેડબોડી પાસે ખાલી સ્ટીલનો ગ્લાસ મળી આવ્યો છે. ગ્લાસમાં પાવડર જેવો કોઈ પદાર્થ પણ લાગેલો હતો. પરિવારના લોકોએ આ ગ્લાસનો ઉપયોગ કર્યો હોવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ અનુમાન લગાવી રહી છે કે ભવ્યે આ ગ્લાસમાંથી કંઇક પીધું હશે. પોલીસે ગ્લાસ કબ્જે કરીને તપાસ કરી રહી છે.


ભવ્યના મોત પર ઉઠ્યાં સવાલ


- ભવ્યના પગ કપડાંથી બાંધેલા હતા અને ગાંઠ આગળની તરફ હતી.
-ચહેરા પર પોલીથીન પહેરીને કોઈ દુપટ્ટાથી ખુદનું ગળું કઈ રીતે દબાવી શકે.
- બેડ પર કોઇ સ્ટ્રગલ માર્ક ન મળ્યાં.
- સ્ટીલના ગ્લાસમાં એવું શું હતું જેને ભવ્યે પીધું હતું.

X
bhopal news: mother teresa school 12th class student found dead in sumitra compound of kolar road, police investigating
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App