ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ઝુકરબર્ગે સ્વીકારી ભૂલ હવે રાહુલ ગાંધી પણ માગે માફી| BJP, Rahul Gandhi, Facebook, zuckerberg

    ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી હવે રાહુલ પણ દેશની માફી માગે: રવિશંકર પ્રસાદ

    divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 01:11 PM IST

    કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.
    • કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો

      નવી દિલ્હીઃ ડેટા લીક મામલામાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મંગળવારે અમેરિકન કોંગ્રેસમાં રજૂ થયા. આ દરમિયાન તેઓએ કેમ્બ્રિજ એનાલિટિકા અને ચૂંટણીમાં હસ્તક્ષેપની વાતને સ્વીકારી. કેમ્બ્રિજ એનાલિટિકાનો મામલો ભારત સાથે પણ જોડાયેલો હતો. એવામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

      રાહુલે માફી માંગે અને વોટર્સને પ્રભાવિત નહીં કરે તેવો વાયદો આપે- રવિશંકર પ્રસાદ

      - રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું કે હવે જ્યારે કેમ્બ્રિજ એનાલિટિકાનું ચૂંટણીમાં દખલ કરવાની વાત સાચી સાબિત થઈ ગઈ છે. અને ફેસબુકે કહ્યું છેકે તેઓ પ્રયાસ કરશે કે તેનો ભારતની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ અને વાયદો કરવો જોઈએ કે તેઓ ભારતીય વોટર્સને પ્રભાવિત નહીં કરે અને સમાજનું વિભાજન કરવાનો પ્રયાસ નહીં કરે.

      કોંગ્રેસનું આવ્યું હતું નામ

      - ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ કર્મચારી રહેલા ક્રિસ્ટોફર વિલીએ ડેટા લીક સાથે સંકળાયેલા અનેક ખુલાસા કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં રહીને તેઓએ ઘણું કામ કર્યું અને તેમની ત્યાં ઓફિસ પણ હતી. વિલીએ બ્રિટેનના હાઉસ ઓફ કોમન્સમાં ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીની સામે આ નિવેદન આપ્યું હતું.
      - નિવેદન આપતી વખતે વિલીએ કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે કામ કરનારી પાર્ટીઓના નામ લેતા ભારતની કોંગ્રેસ પાર્ટીનું પણ નામ લીધું. વિલીના જણાવ્યા મુજબ, તેને પૂરો વિશ્વાસ છે કે કેમ્બ્રિજ એનાલિટિકાની ક્લાયન્સ કોંગ્રેસ પણ હતી. કંપનીએ કોંગ્રેસ પાર્ટી માટે દરેક પ્રકારના પ્રોજેક્ટ પર કામ કર્યું.

      સીઈઓની ઓફિસમાં કોંગ્રેસનું પોસ્ટર

      - આ ઉપરાંત કેમ્બ્રિજ કેમ્બ્રિજ એનાલિટિકામાંથી હાંકી કઢાયેલા સીઈઓ એલેક્ઝાન્ડર નિક્સની લંડન સ્થિત ઓફિસમાં કોંગ્રેસનું પોસ્ટર દીવાલ ઉપર લાગ્યું હોય તેવી તસવીર સામે આવી હતી. જેને લઈને ઘણો હોબાળો થયો હતો. આ વીડિયો જર્નાલિસ્ટ અને ટેક બ્લોગર- જેમી બાર્લેટ દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરીમાં સામેલ રહ્યા હતા.
      - સિક્રેટ્સ ઓફ સિલિકન વેલી નામની આ ડોક્યુમેન્ટરીના બીજા પાર્ટ ધ પર્સૂએશન મીશનમાં આ પોસ્ટર જોઈ શકાય છે. આ પોસ્ટરમાં જેમી બાર્લેટને કેમ્બ્રિજ અનાલિટિકાની સસ્પેન્ડ સીઈઓ એલેક્ઝાન્ડર નિક્સની સાથે હાથ મેળવતા દર્શાવવામાં આવ્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ રિવશંકર પ્રસાદની ટ્વિટ

    • રવિશંકર પ્રસાદની ટ્વિટ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રવિશંકર પ્રસાદની ટ્વિટ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઝુકરબર્ગે સ્વીકારી ભૂલ હવે રાહુલ ગાંધી પણ માગે માફી| BJP, Rahul Gandhi, Facebook, zuckerberg
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top