-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 05:49 PM IST
અમદાવાદઃ સલમાન ખાનને કાળિયારના શિકારમાં દોષિત ગણીને 5 વર્ષની સજા જાહેર થઇ છે. કોર્ટના આ નિર્ણય પર બોલિવુડ સહિત અનેક લોકોના જુદાજુદા પ્રત્યાઘાતો બહાર આવ્યા છે. તેમાં સલમાન ખાનના મિત્ર ઝફર સરેશવાલાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ દેશમાં સેન્સ ઓફ પ્રોપોર્શન (સમાનતાની ભાવના) ખતમ થઇ ગઇ છે. ઝફરે કહ્યું કે તે કોર્ટના નિર્ણય પર કોઇ ટીપ્પણી કરવા માગતા નથી પરંતુ આ એ જ રાજસ્થાન છે કે જ્યાં માણસોને ગાયના નામ પર મારી નંખાય છે અને તેમને કોઇ સજા પણ નથી થતી કે કોઇ ધરપકડ પણ નથી થતી. અહીં (સલમાન સામેના કેસમાં) કાળા હરણને મારવા બદલ 5 વર્ષની સજા થઇ જાય છે. ઝફરે કહ્યું કે આ દેશે વિચારવાની જરૂર છે કે શું આપણા દેશમાં સેન્સ ઓફ પ્રોપોર્શન જેવી કોઇ ચીજ છે કે નહિ? જોકે, પોતાની વાતમાં ઝફરે એમ પણ જણાવ્યું કે તેમના આ નિવેદનને કોર્ટના નિર્ણય સાથે જોડવામાં ન આવે.
માણસોનો જીવ લેવાય ત્યારે સરકાર ક્યાં જાય છે? -ઝફર
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજસ્થાનમાં એક વ્યક્તિને કહેવાતા ગૌરક્ષકોની ભીડે ગાય સાથે પકડી લીધી હતી અને તેની મારઝુડ કરીને તેને મારી નાખી હતી., ઝફરે નારાજગી બતાવતા કહ્યું કે કાળા હરણના કિસ્સામાં જે લડાઇ લડવામાં આવી તેનું તે સન્માન કરે છે. પરંતુ જ્યારે માણસોનો જીવ જાય છે ત્યારે આ સરકાર ક્યાં જતી રહે છે? ઝફરે કહ્યું કે તેમની આજે સવારે સલમાનના પિતા સલીમ ખાન સાથે વાતચીત થઇ હતી અને સલીમ ખાને તેમને જણાવ્યું હતું કે કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે તેમને મંજૂર હશે. જોકે તે એક બાપ છે અને તેમને પણ દુઃખ થયું હશે, પરંતુ તેમણે આ અંગે કોઇ ટીપ્પણી કરી નથી. ઝફરે કહ્યું કે સલમાન ખાન પાસે આ નિર્ણય સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાનો અધિકાર છે.
બે દાયકા જૂની છે આ ઘટના
ઉલ્લેખનીય છે કે 1998માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર 2 કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં સલમાનની સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ પણ આરોપી હતા. પરંતુ જોધપુર કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને શકનો લાભ આપીને નિર્દોષ છોડ્યા છે. સલમાનને હાલ જોધપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.