આંધ્રને ન મળ્યો વિશેષ રાજ્યનો દરજ્જો: YSR કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યું રાજીનામું

YSR કોંગ્રેસ અને ટીડીપી વિશેશ રાજ્યનો દરજ્જો આપવાની માગણી લઈને સંસદ સતત પ્રદર્શન કરી રહી છે

divyabhaskar.com | Updated - Apr 06, 2018, 12:04 PM
YSR કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને આપ્યું રાજીનામું
YSR કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને આપ્યું રાજીનામું

આંધ્રને ન મળ્યો વિશેષ રાજ્યનો દરજ્જો: YSR કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યું રાજીનામું.આંધ્રને ન મળ્યો વિશેષ રાજ્યનો દરજ્જો: YSR કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યું રાજીનામું.આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી વિશે વાયએસઆર કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને રાજીનામું આપી દીધું છે. શુક્રવારે બજેટ સત્રના બીજા તબક્કાનો છેલ્લો દિવસ છે. આજે બજેટ સત્રનો છેલ્લો દિવસ

નવી દિલ્હી: આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી વિશે વાયએસઆર કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને રાજીનામું આપી દીધું છે. શુક્રવારે બજેટ સત્રના બીજા તબક્કાનો છેલ્લો દિવસ છે. સત્તાધારી તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) અને વિપક્ષી દળના વાયએસઆર કોંગ્રેસે આંધ્રના વિશેષ દરજ્જાની માગણી વિશે સંસદની બહાર સતત પ્રદર્શન કર્યા હતા. બંને પાર્ટીઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવી ચૂકી છે.

ચાર દિવસ પહેલાં જ રાજીનામાની કરી દીધી હતી જાહેરાત


- વાયએસઆર કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે, રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં નહીં આવે તો તેઓ સત્રના છેલ્લા દિવસે રાજીનામું આપી દેશે.

માર્શલની મદદથી બહાર કરવામાં આવ્યા હતા ટીડીપી સાંસદ


- આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી વિશે ગુરુવારે ટીડિપી સાંસદોનેએ સદનની કાર્યવાહી શરૂ થતા પહેલાં જ ધરણાં શરૂ કરી દીધા હતા.
- રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા પછી ટીડીપી સાંસદોએ સદનની બહાર નીકળવાની ના પાડી દીધી હતી. ત્યારે તેમને માર્શલની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
- ધરણાં પર બેઠેલા સાંસદ અમપી થોટા સીતારામા લક્ષ્મી અને સીએમ રમેશનો મેડિકલ ચેકઅફ કરવામાં આવ્યો હતો. સાંસદ મુત્તમશેટ્ટી રાવને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સમગ્ર સત્રમાં ચાલુ રહ્યો હોબાળો


- બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યાર સુધી ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે રાજ્યને વિશેષ દરજ્જો મળવાની માગણી વિશે પ્રદર્શન કર્યા હતા.
- નીરવ મોદી, બેન્ક કૌભાંડ, એસએસસી પરીક્ષા, સીબીએસઈ પેપર લીક, ફેસબુક ડેટા ચોરી, અવિશ્વાસ પ્રસ્તાવ, કાવેરી જળ વિવાદ વિશે પણ સંસદમાં ખૂબ હોબાળો થયો હતો.

ગયા મહિને એનડીએથી અલગ થઈ છે ટીડીપી
- આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ ટીડીપીએ માર્ચમાં એનડીએ સાથેનું તેનું ગઠબંધન તોડી દીધું છે. તેણે સરકાર સામે વચન ન નિભાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ટીડીપીએ 19 માર્ચે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની અરજી લાવવાની નોટિસ પણ આપી હતી. જોકે સંસદમા સતત હોબાળાના કારણે આ વિશે ચર્ચા થઈ શકી નબહતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

ટીડીપી સાંસદ નનરાપલી શિવપ્રસાદ વિરોધ વ્યક્ત કરતા શુક્રવારે ઋષિ વિશ્વામિત્રના વેશમાં સંસદ પહોંચ્યા હતા
ટીડીપી સાંસદ નનરાપલી શિવપ્રસાદ વિરોધ વ્યક્ત કરતા શુક્રવારે ઋષિ વિશ્વામિત્રના વેશમાં સંસદ પહોંચ્યા હતા
બજેટ સત્રના છેલ્લા દિવસે પણ ટીડિપી સાંસદોએ સંસદ બહાર કર્યો હતો વિરોધ
બજેટ સત્રના છેલ્લા દિવસે પણ ટીડિપી સાંસદોએ સંસદ બહાર કર્યો હતો વિરોધ
X
YSR કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને આપ્યું રાજીનામુંYSR કોંગ્રેસના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને આપ્યું રાજીનામું
ટીડીપી સાંસદ નનરાપલી શિવપ્રસાદ વિરોધ વ્યક્ત કરતા શુક્રવારે ઋષિ વિશ્વામિત્રના વેશમાં સંસદ પહોંચ્યા હતાટીડીપી સાંસદ નનરાપલી શિવપ્રસાદ વિરોધ વ્યક્ત કરતા શુક્રવારે ઋષિ વિશ્વામિત્રના વેશમાં સંસદ પહોંચ્યા હતા
બજેટ સત્રના છેલ્લા દિવસે પણ ટીડિપી સાંસદોએ સંસદ બહાર કર્યો હતો વિરોધબજેટ સત્રના છેલ્લા દિવસે પણ ટીડિપી સાંસદોએ સંસદ બહાર કર્યો હતો વિરોધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App