દીકરાની પાછળ મંદિર પહોંચ્યા પિતા, જોયું હચમચાવી દે તેવું દ્રશ્ય

ગર્લફ્રેન્ડ સાથે ભાગ્યા પછી 10 દિવસે પરત આવ્યો હતો દીકરો, હવે ગયો અર્થીમાં

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 11:49 AM
પિતાની સામે કરી દીધી દીકરાની હત્યા
પિતાની સામે કરી દીધી દીકરાની હત્યા

શનિવારે મોડી રાતે એક યુવકની પોલીસ સ્ટેશનથી માત્ર 50 ડગલાં દૂર આવેલી જગ્યા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઘાયલને લઈને હૈલેટ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

કાનપુર: શનિવારે મોડી રાતે એક યુવકની પોલીસ સ્ટેશનથી માત્ર 50 ડગલાં દૂર આવેલી જગ્યા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઘાયલને લઈને હૈલેટ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકને સ્થાનિક એક છોકરી સાથે પ્રેમ હતો. તેથી આ ઘટનાને ઓનર કિલિંગ પણ માની શકાય છે.

મામાએ મળવાની ના પાડતા બંને ભાગી ગયા હતા


- છોકરીના પરિવારજનો આ સંબંધના વિરોધમાં હતા. છોકરીના મામાએ એકબીજાને મળવાની ના પાડી હતી તેથી બંને જણાંએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા અને 10 દિવસ પછી તેઓ પરત આવ્યા હતા. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
- ફિલખાના માં રહેતા હરી પ્રસાદનો દીકરો નારુનું બાજુમાં રહેતી છોકરી અંજલિ સાથે દોઢ વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને એક બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. પરંતુ અંજલિના મામા આશિષ સોનકર આ સંબંધનો વિરોધ કરતા હતા.
- સોનકરે નારુને અંજલિથી દૂર રહેવાની અને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
- મૃતકના ભાઈ કૃષ્ણાએ જણાવ્યું કે, અંજલિના મામાએ તેને ઘરની બહાર નીકળવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. અંજલિએ દુખી થઈને સુસાઈડ કરવાની વાત પણ કરી હતી. તે વાતથી નારુ પરેશાન થઈ ગયો હતો અને તેની સાથે વાત કરીને બંનેએ ભાગવાનું નક્કી કર્યું હતું. દસ દિવસ પછી મારો ભાઈ પરત આવી ગયો હતો પરંતુ કોઈએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

ફોન આવ્યા પછી બહાર ગયો હતો નારુ, પિતાએ જોયુ દીકરાનું લાઈવ મોત


- મૃતકના પિતાએ જણાવ્યું, શનિવારે રાતે મારા દીકરાને કોઈનો ફોન આવ્યો હતો, ત્યારપછી તે ઘરની બહાર નીકળ્યો હતો. નારુ મંદિર તરફ જઈ રહ્યો હતો. મને શંકા થતા હું પણ તેની પાછળ-પાછળ ગયો હતો. તે મંદિર નજીક પહોંચ્યા ત્યારે જ આશિષ સોનકર અને કલ્લુ અડ્ડેવાળાએ મારા દીકરાને ગોળી મારી દીધી. હું ઝડપથી દોડ્યો તેમ છતા હું પહોંચુ તે પહેલાં એ લોકો ભાગી ગયા હતા. અમે મારા દીકરાને લઈને ડોક્ટર્સ પાસે પહોંચ્યા પણ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.
- એસપી ઈસ્ટ અનુરાગ આર્યાના જણાવ્યા પ્રમાણે, નારુ મર્ડર કેસની તપાસ થઈ રહી છે. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

પોલીસ આ કેસને ઓનર કીલિંગ કેસ માની રહી છે
પોલીસ આ કેસને ઓનર કીલિંગ કેસ માની રહી છે
X
પિતાની સામે કરી દીધી દીકરાની હત્યાપિતાની સામે કરી દીધી દીકરાની હત્યા
પોલીસ આ કેસને ઓનર કીલિંગ કેસ માની રહી છેપોલીસ આ કેસને ઓનર કીલિંગ કેસ માની રહી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App