ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સેનાના વાહનોએ પ્રદર્શનકારીઓને ટક્કર મારી હોવાનો આરોપ| outh Injured In Clashes Between Forces Protestors Dies In Kashmir

  J&K: CRPF વિરૂદ્ધ બે FIR, દેખાવકારોને ટક્કર મારી હોવાના આરોપ

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 01:05 PM IST

  શુક્રવારે નમાઝ પછી યુવકોએ સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો હતો
  • જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના એક વાહન પર પ્રદર્શનકર્તાને ટક્કર મારવાનો આરોપ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના એક વાહન પર પ્રદર્શનકર્તાને ટક્કર મારવાનો આરોપ

   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના એક વાહન પર પ્રદર્શનકર્તાને ટક્કર મારવાનો આરોપમાં બે FIR નોંધવામાં આવી છે. આ ટક્કરમાં ઘાયલ થયેલો કૈસર અહમદ ભટ (21)નામના શખ્સનું મોત થયું છે. ત્યારબાદ સ્થાનિકો અને સુરક્ષા દળોની વચ્ચે ઘર્ષણ થયું. લોકોએ સીઆરપીએફ પર પથ્થરમારો કર્યો. શ્રીનગર અને બડગામમાં તકેદારીના ભાગરૂપે ઈન્ટેરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

   બે સ્થળે ટક્કર મારવાનો આરોપ

   - ન્યૂઝ એજન્સી મુજબ, સુરક્ષા દળો પર આરોપ છે કે તેમના વાહને બે અલગ-અલગ સ્થળે પ્રદર્શનકર્તાઓને ટક્કર મારી.
   - શુક્રવારે શ્રીનગરના ફતેહકદલ વિસ્તારમાં રહેનારા કૈસરને સીઆરપીએફના વાહને કથિત રીતે ટક્કર મારી હતી. નૌહટ્ટા વિસ્તારમાં પણ સુરક્ષા દળોના વાહન પર એક અન્ય યુવકને ટક્કર મારવાનો આરોપ છે.
   - બંને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં ભટનું સારવાર દરમિયાન મોત થયું હતું.

   સ્થાનિકોએ સુરક્ષા દળો પર કર્યો પથ્થરમારો

   - શુક્રવારે નૌહટ્ટાની જામિયા મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ યુવકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો.
   - કેટલાક પ્રદર્શનકર્તાઓએ સુરક્ષા દળોની તે ગાડીને પણ નિશાન બનાવી જેની ટક્કરથી બે લોકો ઘાયલ થયા હતા.
   - સ્થિતિને જોતા શ્રીનગર અને બડગામમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બારામૂલા અને બનિહાલની વચ્ચે ચાલનારી ટ્રેનને પણ એક દિવસ સુધી રોકી દેવામાં આવી છે.
   - બીજી તરફ, ઘાટીમાં મૃત્યુ પામી રહેલા લોકો અને હિજબુલ મુજાહિદીન આતંકી સમીર ટાઇગરના મોત પર અલગતાવાદીઓએ હડતાળ પણ જાહેર કરી હતી.

   મેજરે જીપ સાથે બાંધ્યો હતો એક શખ્સ

   - ગયા વર્ષે મે મહિનામાં મેજર લીતુલ ગોગોઈએ શ્રીનગરમાં પેટાચૂંટણી કરાવવા ગયેલી ટીમને બચાવવા માટે એક કથિત પથ્થરબાજને પકડીને કાફલાની જીપની બોનેટ પર બાંધવાનો ઓર્ડર આપ્યો હતો. તેને પથ્થરબાજો અને હિંસક ભીડની વિરુદ્ધ એક શિલ્ડ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
   - ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુદ્દો ગરમાયો હતો. આર્મીએ મેજરની વિરુદ્ધ કોર્ટ ઓફ ઇન્કવાયરી કરી. તપાસમાં તેમને ક્લીન ચીટ મળી ગઈ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • સ્થાનિકોએ સુરક્ષા દળો પર કર્યો પથ્થરમારો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સેનાના વાહનોએ પ્રદર્શનકારીઓને ટક્કર મારી હોવાનો આરોપ| outh Injured In Clashes Between Forces Protestors Dies In Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `