એક લવ સ્ટોરીનો થયો The End: લગ્નના અઢી મહિના પછી યુવકે લગાવી ફાંસી, 11 પેજની લખી સુસાઈડ નોટ

પત્નીને નહોતા મળવા દેતા, યુવકે સાસરે મેરેજ સર્ટીફિકેટ પણ પોસ્ટ કર્યું હતું

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:06 AM
Youth man commit  suicide after two and half months of marriage in Raipur

બીએડ કરી રહેલા 23 વર્ષના પવન સાહુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે અને તે પહેલાં એક 11 પેજની સુસાઈડ નોટમાં તેના સસરા અને કાકા સસરા ઉપર દબાણ કરવાના આરોપ પણ લગાવ્યા છે.

છત્તીસગઢ: બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યાના અઢી મહિના પછી એક યુવકે પત્નીના પરિવારજનોના પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બીએડ કરી રહેલા 23 વર્ષના પવન સાહુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે અને તે પહેલાં એક 11 પેજની સુસાઈડ નોટમાં તેના સસરા અને કાકા સસરા ઉપર દબાણ કરવાના આરોપ પણ લગાવ્યા છે. યુવકે પત્ની પાયલ જૈન સાથે તેના લગ્ન થયા હોવાનું સાબિત કરવા માટે તેમના મેરેજ સર્ટિફિકેટની એક કોપી પણ તેના સાસરે પોસ્ટ કરી દીધી હતી. ત્યારપછી આ કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે પવનની એક-બે દિવસ માટે ધરપકડ કરી હતી. આ ઘટનાથી આઘાતમાં આવીને તેણે રવિવારે સવારે ફાંસી લગાવી લીધી હતી.

પરિવારજનોએ પણ પોલીસ ઉપર યુવકનું શોષણ કર્યું હોવાના આરોપ લગાવ્યા છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોલેજ સમયથી તે બંને વચ્ચે અફેર ચાલતું હતું. પોલીસે શુક્રવારે યુવકની ધરપકડ કરી હતી અને તેને ઢોર માર મારીને એક કોરા કાગળ પર તેની સહી કરાવી લીધી હતી.

18 જૂને બંને ઘરેથી ભાગી ગયા હતા અને 29 જૂને તેમણે ભિલાઈમાં લગ્ન કરી લીધા હતાં. થોડા દિવસ પછી પાયલના પરિવારજનો તેને ઘરે લઈ ગયા હતા. પવન તેને મળવાનો ખૂબ પ્રયત્ન કરતો હતો પરંતુ પાયલના પરિવારજનો તેને મળવા જ નહોતા દેતા. ત્યારપછી તેણે કંટાળીને મેરેજ સર્ટિફિકેટની એક કોપી પણ સાસરે પોસ્ટ કરી દીધી હતી.

ગામના લોકોનું પ્રેશર- મૃતદેહ મીડિયાવાળાની સામે જ ફાંસી પરથી ઉતારવો


સુસાઈડ નોટની માહિતી પરિવારજનોને હતી પરંતુ પોલીસ આખી સ્ટોરી ન ફેરવી દે તેથી આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે મીડિયાની હાજરીમાં જ મૃતદેહ ફાંસીના ફંદા પરથી ઉતારવાની અને ત્યારે જ સુસાઈડ નોટ પોલીસને આપવાની માંગણી કરી હતી. પોલીસે ગ્રામીણોની શરત માની અને 11 પેજની સુસાઈડ નોટ સામે આવી હતી.

પાયલના પિતા અને કાકા પર લગાવ્યો આરોપ


પવને સુસાઈડ નોટમાં પાયલના પિતા ધર્મેન્દ્ર જૈન અને કાકા દેવેન્દ્ર જૈન સામે શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પાયલ પ્રેગ્નેન્ટ હતી પરંતુ તેના પરિવારજનો તેને લઈ ગયા અને તેનું અબોર્શન કરાવી દીધું. સુસાઈડમાં નોટમાં પાયલના પરિવારજનો સતત તેને ધમકી આપતા હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

એસડીએમએ કોઈનું નિવેદન ન લીધું અને એક તરફી નિર્ણય આપી દીધો


- છોકરાના પિતાએ કહ્યું કે, મારો દીકરો અને પાયલ 18 જૂને ઘરેથી ભાગી ગયા અને તેમણે 29 જૂને લગ્ન કરી લીધાં. આ દરમિયાન તેઓ 15 દિવસ બહાર રહ્યા હતા. ત્યારપછી બંને અમારા ઘરે આવ્યા હતા. ત્યારે જ પાયલના પિતા તેને જબરજસ્તી લેવા માટે આવ્યા હતા. અમે પોલીસને આ વિશે જાણ કરી હતી. પરંતુ પાયલના પરિવારજનો પૈસાદાર હોવાથી પોલીસે ફરિયાદ પણ ન નોંધી અને કોઈ કાર્યવાહી પણ ન કરી. ત્યારપછી મેં એસડીએમ કોર્ટમાં દીકરાની પત્નીને પાછી લાવવા માટેની માંગ કરી. એસડીએમ અતુલ વિશ્વકર્માએ કોર્ટમાં પાંચ વાર રજૂઆત કરી પરંતુ દરેક વખતે તારીખ જ મળી. એક પણ વાર પાયલને નિવેદન આપવા માટે બોલાવી નહતી અને યુવતીના પિતાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. જ્યારે બંને સગીર હતાં.
- બીજી બાજુ છોકરીના પિતા ધર્મેન્દ્ર જૈને કહ્યું કે, પવને તેના પરિવારને બદનામ કરવા માટે આખા ગામમાં પોસ્ટર લગાવ્યા છે. તેથી મેં તેની સુરગી ચૌકીમાં ફરિયાદ નોંધાવી હતી.

11 પેજની સુસાઈડ નોટ મળી, તપાસ ચાલુ


આ ઘટનામાં 11 પેજની સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં તેણે યુવતીના પરિવારજનોએ શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. સુસાઈડ નોટમાં પોલીસ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારપછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

X
Youth man commit  suicide after two and half months of marriage in Raipur
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App