Divya Bhaskar

Home » National News » Desh » Youngman became drug addict trapped by friends in wrong direction at Punjab

નોકરી ન મળી તો ખોટા ધંધામાં ફસાઈ ગયો યુવક, એકવાર સુધરી પણ ગયો પરંતુ દોસ્તોએ ફરી ગર્તામાં ધકેલી દીધો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:01 PM

રડતા-રડતા યુવક બોલ્યો- પોતાના કર્યા પર પસ્તાવો છે, પરંતુ દોસ્તો છોડવા નથી દેતા

  • Youngman became drug addict trapped by friends in wrong direction at Punjab
    હોસ્પિટલમાં દાખલ યુવકે જણાવ્યું કે તેણે આઇટીઆઇમાંથી બે વર્ષનો રેફ્રિજરેટરનો ડિપ્લોમા કર્યો છે. નોકરી ન મળવાને કારણે તે પરેશાન રહેવા લાગ્યો.

    ભટિંડા (પંજાબ): નોકરી ન મળવા પર બેરોજગાર આઇટીઆઇ ડિપ્લોમા હોલ્ડર નશો કરવા લાગ્યો. ડ્રગનો નશો કરવાની સાથે યુવક નશો વેચવા પણ લાગ્યો. આ યુવક રવિવારે પ્રતાપનગર ગલી નંબર-20ની પાસે ખાલી પ્લોટમાં નશાના ઓવરડોઝના કારણે બેભાન હાલતમાં મળ્યો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. યુવકના એક હાથમાં સીરિંજ પકડેલી હતી અને પીઠ પર બેગ લટકાવેલું હતું. સહારા જનસેવાના વર્કર્સે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં ડોક્ટરોએ તેની હાલત ખતરાની બહાર જણાવી છે. તેના બેગમાંથી નશાની દવાની શીશીઓ અને ગોળીઓ મળી છે. પોલીસે આ નશાના સામાનને જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે.

    ગલીમાં બેભાન મળ્યો હતો યુવક

    સહારા જનસેવાના વર્કર સરબજીત સિંહ તેમજ મનીએ જણાવ્યું કે તેમને બપોરે 12 વાગ્યા આસપાસ સૂચના મળી કે પ્રતાપનગર ગલી નંબર 20માં એક યુવક બેભાન પડ્યો છે. સંસ્થાના વર્કર સ્થળ પર પહોંચ્યા અને તે યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ આવ્યા. ઈએમઓ ડૉ. ગુરમેલે તેની સારવાર શરૂ કરી દીધી છે. ડૉ. ગુરમેલનું કહેવું હતું કે યુવકે ડ્રગ્સ લીધા હતા. તેને 24 કલાક સુધી એડમિટ રહેવું પડશે.

    અઢી મહિનાથી ચાલી રહી હતી દવા

    હોસ્પિટલમાં દાખલ યુવકે જણાવ્યું કે તેણે આઇટીઆઇમાંથી બે વર્ષનો રેફ્રિજરેટરનો ડિપ્લોમા કર્યો છે. નોકરી ન મળવાને કારણે તે પરેશાન રહેવા લાગ્યો. આ દરમિયાન તેની દોસ્તી કેટલાક નશાખોર લોકો સાથે થઈ ગઈ. લગભગ એક વર્ષ પહેલા તેને દોસ્તોએ ડ્રગ્સની લત લગાવી દીધી. તેણે 6 મહિના સુધી ડ્રગ્સનું સેવન કર્યું. જ્યારે તેના પરિવારના લોકોને આ વિશે જાણ થઈ તો તેમણે તેને નશો છોડવાના કેન્દ્રમાં દાખલ કરીને તેનો ઉપચાર શરૂ કરાવી દીધો. 3 મહિના સુધી તેની દવા ચાલી રહી હતી, પરંતુ તેના દોસ્તોએ તેને ફરી નશાના કળણમાં ધકેલી દીધો. આશરે દોઢ મહિનાથી ફરી તેણે ડ્રગ્સનું સેવન શરૂ કરી દીધું. રડતા-રડતા યુવકે જણાવ્યું કે તેને પોતાના કર્યા પર બહુ પસ્તાવો છે. તે બોલ્યો કે હું નશો છોડવા માંગું છું.

    લાભસિંહ ચોક પાસે થાય છે ડિલિવરી

    યુવકે જણાવ્યું કે હંસનગર રોડની પાસે આવેલા લાભસિંહ ચોકની પાસે ડ્રગ્સની ડિલિવરી થાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી લઈને આવ્યો તો તેનો જવાબ હતો કે તેમાં ચેઈન બનેલી છે. ફોન પર જ તેને 15થી 20 મિનિટમાં ડિલીવરી મળી જાય છે. તેને ડિલીવરી આપનારી વ્યક્તિએ પોતાનું નામ નથી જણાવ્યું. બસ એટલું કહ્યું કે વિસ્તારમાં 3-4 લોકો છે જે આ કામ કરી રહ્યા છે.

    પોલીસના દાવાની ખોલી પોલ

    - સમાજસેવી ગુરવિંદર શર્માએ કહ્યું કે રવિવારે નશામાં બેભાન મળેલા યુવકે કહ્યું કે લાભસિંહ ચોક પર ડ્રગ્સની ડિલીવરી થાય છે. દર બીજા-ત્રીજા દિવસે નશાના ઓવરડોઝને કારણે હોસ્પિટલ પહોંચી રહેલા યુવકોની પોલીસ સખ્તાઈથી પૂછપરછ કરે તો નશો વેચનારાઓ સુધી પહોંચી શકે છે.

    - કૈનાલ પોલીસ સ્ટેશનના એસએચઓ હરબંસ સિંહે જણાવ્યું કે યુવક નશામાં હોવાની સૂચના મળી હતી. પોલીસકર્મીઓ સ્થળ પર ગયા હતા. તેની હાલત ખરાબ થવા પર તેને સહારા જનસેવાએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે યુવક નશાની ચોરી કરતો હતો કે નહીં. તેમાં કાયદા અનુસાર બનતી કાર્યવાહી કરીશું.

    આ પણ વાંચો: નશાની આદતે લીધો યુવકનો જીવ, મા બોલી- નશા માટે પૈસા લઇ લે પણ ઉઠી જા દીકરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending