ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Youngman beaten by other youngsters then death in Jalandhar Punjab

  21 વર્ષના યુવકને ક્રૂરતાથી મારી-મારીને કરી હત્યા, પછી કચરના ઢગલા પર ફેંકી લાશ

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 12:25 PM IST

  મંગળવારે સાંજે વિસ્તારના અમુક યુવાનો સાથે રાજેશનો કોઇ વાતે ઝઘડો થઇ ગયો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   જલંધર (પંજાબ): 21 વર્ષના રાજેશની કેટલાક લોકોએ ક્રૂરતાથી મારીમારીને હત્યા કરી નાખી. મંગળવારે સાંજે તે વિસ્તારના અમુક યુવાનો સાથે રાજેશનો કોઇ વાતે ઝઘડો થઇ ગયો. ત્યારબાદ 4-5 યુવકોએ રાજેશ પર તેજ ધારવાળા હથિયારોથી હુમલો કરી દીધો અને ખૂબ ખરાબ રીતે તેને માર્યો. ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં કચરાના ઢગલા પર ફેંકીને તે બધા નાસી ગયા.

   પિતા ઘટનાસ્થળે પહોંચે તે પહેલા યુવાને તોડી નાખ્યો દમ

   - રાજેશના પિતાને જેવી જાણ થઇ કે તેમના દીકરાને કોઇએ ખરાબ રીતે માર્યો છે, એટલે તેઓ ભાગીને સ્થળ પર પહોંચ્યા પરંત ત્યાં સુધીમાં રાજેશ દમ તોડી ચૂક્યો હતો. ઉતાવળમાં હોસ્પિટલ લઇને પહોંચવા પર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

   - મોડી રાતે મામલાની તપાસ કરતા પોલીસ સ્ટેશન રામામંડીના એસએચઓ રાજેશ ઠાકુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બે લોકોને રાઉન્ડઅપ કરી લીધા.
   - રાતે 1.30 વાગ્યા સુધી પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન મૃતકની માતા અંજલિ રડી-રડીને કહી રહી હતી કે હત્યારાઓ તેમના વિસ્તારના જ છે અને જે લોકોએ તેમના દીકરાને માર્યો છે, જો તે તેમની સામે આવી જાય તો તે ઓળખી લેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Youngman beaten by other youngsters then death in Jalandhar Punjab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `