ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Younger sister committed suicide as she did not get her favourite channel to watch

  મોટી બહેન વારંવાર ટીવી ચેનલ બદલી રહી હતી, ગુસ્સામાં નાનીએ રૂમમાં જઇ લગાવી ફાંસી

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:18 AM IST

  ઘરે ટીવી ચેનલ બદલવાને લઇને 12 વર્ષ અને 10 વર્ષની બે બહેનોમાં વિવાદ થઇ ગયો
  • ડેમો ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેમો ફોટો

   નવી દિલ્હી/નોઇડા: ઘરે ટીવી ચેનલ બદલવાને લઇને 12 વર્ષ અને 10 વર્ષની બે બહેનોમાં વિવાદ થઇ ગયો. મોટી બહેન વારંવાર ચેનલ બદલી રહી હતી. જ્યારે નાની બહેન પોતાની ફેવરિટ ચેનલ જોવા માંગતી હતી. નારાજ 10 વર્ષની બાળકી મોટી બહેનના હાથમાંથી રિમોટ લઇને બીજા રૂમમાં ચાલી ગઇ. તેણે રૂમ અંદરથી બંધ કર્યો અને દુપટ્ટાથી ફાંસી લગાવી લીધી. ઘટના મંગળવાર નોઇડાના સેક્ટર 12ની છે. બાળકીની દાદી અને પાડોશીઓએ રૂમનો દરવાજો કોઇક રીતે ખોલ્યો. રૂમમાં બાળકી પડેલી હતી અને તેના ગળામાં દુપટ્ટો અટકેલો હતો. બધા બાળકીને સેક્ટર-12 સ્થિત મેટ્રો હોસ્પિટલ લઇને ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. ઘટનાના સમયે બહેનોના માતા-પિતા પોતપોતાના કામ પર ચાલ્યા ગયા હતા. આ સંબંધે બાળકીના પરિવારજનોએ પોલીસમાં કોઇ પ્રકારની ફરિયાદ નથી કરી. જોકે, ગળામાં જાણીજોઇને ફંદો લગાવીને જીવ આપવાની વાતથી પરિવારજનો ઇન્કાર કરી રહ્યા છે.

   પરિવારનું કહેવું છે કે તેમની બાળકી પર કોઇ પ્રકારનું દબાણ ન હતું અને ન તો તે ડિપ્રેશનમાં હતી. પરિણામે જાણીજોઇને આત્મહત્યા કરવાનું પગલું ન ભરી શકે. હા એટલું ખરું કે નારાજગીના કારણે રમત-રમતમાં ફંદો લગાવીને બેભાન થવાની એક્ટિંગ કરવા લાગી અને અકસ્માતમાં તેનો જીવ ગયો. તેની પાછળનું કારણ બાળકીના રૂમમાં રિમોટ છુપાવવાને માનવામાં આવી રહ્યું છે.

   બારીની ગ્રિલથી થોડે દૂર દુપટ્ટો બાંધેલી મળી હતી બાળકી

   પારિવારિક સભ્યોએ એમપણ જણાવ્યું કે ઘરના બીજા રૂમની બારીની ગ્રિલ સાથે બંધાયેલા દુપટ્ટા સાથે બાળકી સીધી નહોતી લટકી. તેની જગ્યાએ તે બારી અને બેડથી થોડે દૂર બેભાન મળી હતી. પરિવારજનો કહે છે કે બાળકીને જો ફાંસી લગાવીને આત્મહત્યા કરવી હોત તો તે ગ્રિલના સહારે સીધી નીચે લટકી હોત, તેનાથી થોડે દૂર ના મળી હોત. એટલે રમત-રમતમાં આ ઘટના ઘટી ગઇ, કારણકે બાળકીએ દુપટ્ટાને ગળામાં બે વાર લપેટી લીધો હતો. એટલે આશંકા દર્શાવે છે કે અચાનક બેડ પરથી પડી જવા અથવા ફસડાઇ પડવાથી ગળામાં દુપટ્ટો ફસાઇ ગયો અને તેનું મોત થઇ ગયું.

   ધક્કો મારીને દરવાજો ખોલાવામાં આવ્યો તો ગળામાં દુપટ્ટો ફસાયો હતો

   બાળકી રિમોટ લઇને બીજા રૂમમાં ચાલી ગઇ અને દરવાજો બંધ કરી લીધો. ત્યારબાદ માના દુપટ્ટાને દરવાજા પાસેની બારીની ગ્રિલ સાથે બાંધી દીધો અને બીજા હિસ્સાને ગળામાં બે વાર લપેટી લીધો. ત્યારબાદ બેડ પરથી તે જેવી નીચે ઉતરવા લાગી ત્યારે ગળામાં દુપટ્ટો ફસાઇ ગયો અને તે બેભાન થઇ ગઇ. થોડીવાર પછી જ્યારે દાદી ઘરે આવી તો મોટી બહેન ટીવી જોતી હતી અને નાની બહેન બીજા રૂમમાં હતી. પૂછવા પર મોટી બહેને નાનીના નારાજ થઇને જવાની વાત કરી. બૂમ પાડવા છતાંપણ દરવાજો ન ખોલ્યો તો ધક્કો મારીને દરવાજો ખોલ્યો. રૂમમાં બાળકીના ગળામાં દુપટ્ટો ફસાયેલો જોઇને તેમણે પાડોશીઓને બોલાવ્યા. બાળકીને હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.

   મોટી બહેન પાસેથી રિમોટ લઇને કહ્યું હતું- હવે એક જ ચેનલ જોવાની

   મંગળવારે સવારે માતા-પિતા ઘરેથી ગયા બાદ બંને બહેનો એકસાથે ટીવી જોવા લાગી. પરિવારના લોકોએ જણાવ્યું કે નાની બહેન ટીવી પર જે ચેનલ જોવા માંગતી હતી તેને મોટી બહેને વારંવાર બદલી નાખતી હતી. તેનાથી નાની બહેન નારાજ થઇ ગઇ. ત્યારબાદ તેણે નારાજગી દર્શાવતા રિમોટ પોતાના હાથમાં લઇ લીધું અને એમ કહેતા બીજા રૂમમાં જતી રહી કે હવે એક જ ચેનલ જોતી રહેજે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Younger sister committed suicide as she did not get her favourite channel to watch
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top