Home » National News » Desh » Youngboy was beaten to death by people in Sitamadhi Bihar

મોંમાંથી નીકળ્યું લૂંટારા-લૂંટારા, પછી શું પૂછવાનું! 200ની ભીડે યુવકની મારી-મારીને કરી નાખી હત્યા, 2 કલાક સુધી કરી મારપીટ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 10:13 AM

લોકો ત્યાં સુધી યુવકને મારતા રહ્યા, જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો

 • Youngboy was beaten to death by people in Sitamadhi Bihar
  200થી વધુ લોકોની ભીડે બે કલાક સુધી યુવકને લાકડી-દંડા, લાતો-ઘૂંસાથી માર્યો.

  સીતામઢી (બિહાર): રવિવારે સવારે લૂંટારા-લૂંટારાની બૂમો સાંભળીને ભીડે બાઇક પર જઇ રહેલા યુવકોને ઘેરી લીધા અને પછી તેમાંથી એક યુવકને મારી-મારીને અધમૂઓ કરી નાખ્યો. 200થી વધુ લોકોની ભીડે બે કલાક સુધી યુવકને લાકડી-દંડા, લાતો-ઘૂંસાથી માર્યો. લોકો ત્યાં સુધી તેને મારતા રહ્યા જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો. યુવક ભીડની સામે છોડી દેવાની વિનંતી કરતો રહ્યો, કરગરતો રહ્યો, રડી-રડીને પોતાનું નામ અને સરનામું જણાવતો રહ્યો પરંતુ કોઇએ તેની એક ન સાંભળી.

  ઘણી જહેમત પછી ભીડમાંથી યુવકને છોડાવ્યો

  યુવકની ઓળખ સીતામઢી જિલ્લાના સહિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના 22 વર્ષીય રૂપેશકુમાર ઝા તરીકે થઈ છે. સૂચના મળતાં સ્થળ પર પહોંચેલા રીગા પોલીસ સ્ટેશનના અભિષેક પ્રસાદે ઘણી જહેમત પછી ભીડમાંથી યુવકને મુક્ત છોડાવ્યો. પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો. અહીંયા સર્જન ન હોવાને કારણે તેને બીજે રિફર કરવામાં આવ્યો. પરિવારજનોએ તેને ડૉ. વરૂણકુમારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. અહીંયા તેને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યો, જ્યાં મોડી રાતે તેનું મોત થઈ ગયું.

  માર ખાતો રહ્યો યુવક, સૂતી રહી પોલીસ

  ઘટનાસ્થળની ત્રણ બાજુ ત્રણ પોલીસ સ્ટેશન છે. બે કલાક સુધી યુવક ભીડ પાસેથી માર ખાતો રહ્યો, પરંતુ કોઇપણ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી નહીં. ઘટનાસ્થળથી પૂર્વમાં 10 કિમી દૂર બથનાહા પોલીસ સ્ટેશન, પશ્ચિમ દિશામાં 16 કિમી પર રીગા પોલીસ સ્ટેશન અને પાંચ કિલોમીટર દૂર નગર પોલીસ સ્ટેશન છે.

  સોમવારે દાદી કાલીદેવીની છે વરસી

  મૃતકના પિતા ભૂષણ ઝાએ કહ્યું- તેની માતા કાલી દેવીની સોમવારે વરસી છે. આ માટે તેનો દીકરો પોતાના બે સાથીઓ સાથે બાઇક પર વરસીનો સામાન ખરીદવા સીતામઢી બજાર જઈ રહ્યો હતો. લોકોએ ખોટા આરોપમાં દીકરાને જાનવરોની જેમ માર્યો. તે અપરાધી નથી.

  ભીડથી ઘેરાયેલો જોઇને રૂપેશને છોડીને ભાગી ગયો તેનો સાથી

  એક પિકઅપ ડ્રાઇવર સાથે સાઇડ લેવાના મામલે રૂપેશનો તે ડ્રાઇવર સાથે ઝઘડો થયો હતો. રૂપેશની સાથે બાઇક પર બે અન્ય લોકો હતા. બંને પક્ષો વચ્ચે મારપીટ થવા લાગી. પોતાને માર પડતો જોઇને પિકઅપ ડ્રાઇવરે લૂંટારા-લૂંટારા કહીને બૂમાબૂમ કરી મૂકી. પિકઅપ ડ્રાઇવર બાજુના જ ગામનો હતો અને સ્થાનિક લોકો સાથે તેની ઓળખાણ હતી. તેની બૂમો સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને બાઇકને ઘેરી લીધી અને રૂપેશને પકડી લીધો. આ જોઇને રૂપેશના બંને સાથીઓ ભાગી ગયા. ભીડે રૂપેશને મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન કોઇએ આ વાતની જાણ રીગા પોલીસ સ્ટેશનને આપી. ત્યાંથી આવેલા ચોકીદારે લોકોથી રૂપેશને બચાવવાની કોશિશ કરી પરંતુ કોઇએ ચોકીદારનું કંઇ ન સાંભળ્યું. 2 કલાક પછી પોલીસ પહોંચી અને તેને છોડાવ્યો.

  ડોક્ટરે કહ્યું- સ્થિતિ નાજુક હતી

  ડોક્ટર વરૂણકુમારે કહ્યું કે યુવકની સ્થિતિ ઘણી નાજુક હતી. તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. તેની જમણી આંખ અને કાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. લોહી પણ ઘણું વહી ગયું હતું. માથામાં પણ ગંભીર ઇજાઓ થઈ હતી. તેને બચાવી શકાય તેમ ન હતો.

  હુમલાખોરોની થઇ રહી છે ઓળખ

  રીગા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ લલનકુમારે કહ્યું કે ઘાયલ યુવક ગુનાઇત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. તે પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે. તેના પર સહિયારા પોલીસ સ્ટેશનમાં ખંડણી અને આર્મ્સ ઍક્ટ હેઠળ મામલો નોંધાયેલો છે. પરંતુ, ભીડે જે કર્યું તે ખોટું છે. કાયદાને હાથમાં લેવાનો અધિકાર કોઇને નથી. યુવક પર હુમલો કરનારાઓની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મામલામાં જે પણ દોષી હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચો: ધો-5માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવા આવ્યા'તા 3 બદમાશ, ભીડે મારી-મારીને કરી નાખી હત્યા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ