Home » National News » Desh » ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર| Young Woman Beaten Over A Girl Photo Viral

બિહાર: ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - May 06, 2018, 06:50 PM

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી છે

  • ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર

    નેશનલ ડેસ્કઃ બિહારના ચંપારણ જિલ્લાના બગહામાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. આ વીડિયોના આધારે ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવતીને પંચાયતના ફરમાન બાદ થાંભલા સાથે બાંધીને ફટકારવામાં આવી હતી.

    કયા કારણે યુવતીને પંચાયતે કર્યો આવો દંડ?


    - આશ્ચર્યની વાત એ છે કે બગહાના એક ગામમાં પંચાયતના તુઘલકી ફરમાન બાદ નૌરંગિયા પોલીસ સ્ટેશનની હદના આ ગામમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને ફટકારવામાં આવી.
    - બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
    - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મામલો બે યુવતીઓ વચ્ચે સંબંધો હોવાની આશંકા ગામ લોકોમાં ઊભી થતા પંચાયતની સામે આ હરકતને અંજામ આપવામાં આવ્યો હતો.

    વીડિયો વાયરલ થયાના કલાકોમાં જ ચાર લોકોની ધરપકડ


    - બગહાના એસપી અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે, વાયરલ વીડિયોના આધારે ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
    - એસપીએ વધુમાં કહ્યું કે, વીડિયો સામે આવ્યાના થોડાક કલાકોમાં પોલીસે કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી લીધી અને બાકીના જરૂરી પગલા ઉઠાવવા જઈ રહી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર| Young Woman Beaten Over A Girl Photo Viral
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાર આરોપીની ધરપકડ
  • ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર| Young Woman Beaten Over A Girl Photo Viral
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બગહાના એસપી અરવિંદ ગુપ્તા
  • ચંપારણમાં છોકરીને થાંભલે બાંધી માર્યો ઢોર માર| Young Woman Beaten Over A Girl Photo Viral
    વાયરલ વીડિયોના આધારે ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ